ગુજરાતની શાળાઓમાં ઉનાળું વેકેશન એક સપ્તાહ લંબાવવાં શિક્ષણ મંત્રીને રજૂઆત

News18 Gujarati
Updated: June 2, 2019, 11:50 AM IST
ગુજરાતની શાળાઓમાં ઉનાળું વેકેશન એક સપ્તાહ લંબાવવાં શિક્ષણ મંત્રીને રજૂઆત
પ્રતિકાત્મક તસવીર

શાળાનું વેકેશન લંબાવવાની રજૂઆત 3 અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : હાલમાં રાજ્યની શાળાઓમાં વેકેશન એક સપ્તાહ લંબાવવાની દરખાસ્ત શાલા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. આ દરખાસ્ત શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં 3 અલગ અલગ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનો ભારે પ્રકોપ, ગ્રામ્ય વિસ્તારમાં પાણીની અજત અને સુરતની આગની ઘટના બાદ શાળાઓનાં રૂમો ગેરકાયદે બાંધકામ વાળા રૂમ તોડી પડાયા છે. જેથી અપૂરતા ક્લાસને કારણે આ રજૂઆત કરવામાં આવી છે. આ વેકેશન જે 10 જૂનનાં રોજ પૂર્ણ થાય છે. તેનાં બદલે તેને લંબાવીને 17 જૂન સુધી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

સૂરતની આગની ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર દોડતુ થયુ છે અને શાળાઓ ખુલે તે પહેલાં દરેક શાળાઓ જ્યાં શેડ્સ અને તેનાથી બનાવેલાં રૂમ હોય તેને તોડી પાડવાનું કામ કરવામાં આવ્યું છે. આ કારણે હાલમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવા અને તાત્કાલીક નવાં વર્ગખંડ ઉભા કરવા સમસ્યા બની ગઇ છે.

આ પણ વાંચો-અમદાવાદની સેવન્થ ડે શાળામાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી

રાજ્ય ભરમાં ગરમીનો પ્રકોપ પણ યથાવત છે જ્યારે જૂન મહિનો શરૂ થઇ ગયો હોવા છતાં હાલમાં પણ આગામી દિવસોમાં હવામાન ખાતા દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હજુ રાજ્યમાં ચોમાસુ બેસવાને પણ
વાર છે ત્યારે બાળકોને આ ગરમીનાં સમયમાં ઓછા વર્ગખંડમાં શાળામાં બેસાડવા સંચાલકો માટે મોટી સમસ્યા બની ગઇ છે.

આ પણ વાંચો-સાવધાન! રાજ્યમાં હજી વધશે ગરમી, જાણો ક્યાં અને કેટલા દિવસતો ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં વિવિધ સ્થળે પાણી કાપ કરવામાં આવ્યો હોવાથી શાળામાં પણ પાણીની સમસ્યાઓ સર્જાઇ શકે છે. એવામાં હાલમાં આ વખતે 10 જૂનથી શાળાઓ શરૂ કરવી સંચાલકો માટે કફોડી પરિસ્થિતિ બની ગઇ છે.
તેથી જ તેમણે વેકેશનને એક અઠવાડિયુ 17 જૂન સુધી લંબાવવાની રજૂઆત કરી છે.
First published: June 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading