અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો, આખરે શું છે કારણ?


Updated: June 29, 2020, 12:48 PM IST
અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો, આખરે શું છે કારણ?
વેપારીઓનો આક્ષેપ છે કે, તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે જેને કારણે તમામ વેપારીઓએ આજે ખેડૂતોનો માલ સ્વીકાર્યો પણ નથી.

વેપારીઓનો આક્ષેપ છે કે, તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે જેને કારણે તમામ વેપારીઓએ આજે ખેડૂતોનો માલ સ્વીકાર્યો પણ નથી.

  • Share this:
અમદાવાદમાં આવેલું જમાલપુર એપીએમસી માર્કેટ વર્ષ 1982થી કાર્યરત છે પરંતુ આ માર્કેટ હવે 15 જુલાઈ સુધી બંધ રહેશે. જેની પાછળનું કારણ છે પોલીસ પરમિશન. જમાલપુર એપીએમસી માર્કેટમાં કુલ  159 દુકાનો આવેલી છે પરંતુ આ દુકાનોમાં 240 વેપારીઓમાંથી માત્ર 53 વેપારીઓ ને જ લાયસન્સ મળ્યા છે. દરરોજ 53 વેપારીઓ અમદાવાદના જમાલપુર માર્કેટમાં કાર્યરત રહી શકશે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ અંતર્ગત ત્રણ ત્રણ દિવસના સમયગાળામાં 53 દુકાનો ખોલી શકાશે તેવા નિયમને લઈને વેપારીઓમાં વિરોધ ઉઠયો છે. વેપારીઓનો આક્ષેપ છે કે, તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે જેને કારણે તમામ વેપારીઓએ આજે ખેડૂતોનો માલ સ્વીકાર્યો પણ નથી.

જમાલપુર એપીએમસી બંધ થતાં છૂટક બજાર પર મોટી અસર પડશે.

જમાલપુર એપીએમસીમાં શાકભાજીના છૂટક વેપારીઓ ખરીદી કરવા આવતા હોય છે પરંતુ સોમવારે માર્કેટ બંધ હતા અને રવિવારે શાકભાજીની અછત સર્જાતા શાકભાજીની કાળાબજાર થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ જુઓ- અમદાવાદ : 'જો પોલીસને કહીશ તો વધુ માર પડશે', પાડોશી મહિલા સાથેનાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

અંગે  અમદાવાદ વેજીટેબલ કમિશન એસોસિએશનના પ્રમુખ ભરત ખમારના જણાવ્યા પ્રમાણે, અમદાવાદના દરેક હોલસેલ માર્કેટ શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ જમાલપુરના એપીએમસી માર્કેટમાં જ શા માટે આ પ્રકારનો નિર્ણય તે સમજવું અઘરું છે. આ અંગે તેઓ આજે બપોરે 21 30 કલાકે ગાંધીનગર મુખ્યમંત્રી સાથે બેઠક પણ કરશે અને મંત્રીને પણ જાણ કરશે જેથી કરીને પોલીસ વિભાગ દ્વારા જે પરિપત્ર આપવામાં આવ્યો છે તેમાં ફેરફાર કરવામાં આવે. પરંતુ  નિર્ણય ન આવે ત્યાં સુધી અમદાવાદમાં શાકભાજીની અછત સર્જાય તેવું લાગી રહ્યું છે.

વેપારીઓ શાકભાજી ન ખરીદતા ખેડૂતો ચિંતામાં

અમદાવાદ જમાલપુર માર્કેટમાં જો કોઈ ખેડૂતે શાકભાજી વેચવું હોય તો રાતના 9:00થી લઈને સવારના 6.00 વાગ્યા સુધી શાકભાજી વેચી શકે છે પરંતુ આજે માર્કેટમાં વેપારી હડતાલ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. આ પહેલા કોરોના વાયરસને લઈને જમાલપુર માર્કેટ જેતલપુરમાં ખસેડવામાં આવ્યું હતું. જે રથયાત્રા બાદ ફરી એકવાર જમાલપુરથી શરૂ કરવામાં આવ્યું હતું.પરંતુ હજુ પણ માર્કેટ શરૂ થતા વેપારીઓ અને ખેડૂતો બંને ચિંતામાં છે. બીજી તરફ પૂરતા પ્રમાણમાં શાકભાજી ન મળતા છૂટક બજારની અંદર પણ શાકભાજીના તોતિંગ ભાવ છે.

આ પણ જુઓ - 

છૂટક બજારમાં શું છે શાકભાજીનો ભાવ ?

શાકભાજી    કિલોના ભાવ
કારેલા                  60
ફૂલવાર                 80
ગવાર                   60
ભીંડા                    80
રીંગણ                  40
કોબીજ.               40
દૂધી                       40
ટામેટા                   80
વટાણા               120
લીંબુ                     60
કોથમીર              120
આદુ                   120
મરચાં                    80
First published: June 29, 2020, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading