કથિત લઠ્ઠાકાંડ પછી હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ મેદાનમાં, જનતા રેડ કરી દારૂ પકડ્યો

News18 Gujarati
Updated: July 5, 2018, 4:55 PM IST
કથિત લઠ્ઠાકાંડ પછી હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ મેદાનમાં, જનતા રેડ કરી દારૂ પકડ્યો
ત્રણેય નેતાઓએ સિવિલ ખાતે કથિત લઠ્ઠાકાંડના દર્દીઓની મુલાકાત લીધી હતી

અમદાવાદમાં ફરી લઠ્ઠકાંડની આશંકા સેવાઇ રહી છે. સોલામાં દેશી દારૂના સેવન કરતા ચાર લોકોને ગંભીર અસર થઇ છે

  • Share this:
અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડની આશંકા સેવાઇ રહી છે. સોલામાં દેશી દારૂના સેવન કરતા ચાર લોકોને ગંભીર અસર થઇ છે. 2 લોકોની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે હવે ત્રણ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી મેદાનમા આવ્યા છે. આ ત્રણેય યુવા નેતાએ જનતા રેડ કરીને દારૂ પકડ્યો હતો. આ ઘટનાનો વીડિયો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

આ પહેલા આ ત્રણે નેતાઓએ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા યુવકોની મુલાકાત લીધી હતી. જ્યાં તેમના હાલચાલ પૂછ્યા હતા. ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાત કરતા ગુજરાત સરકાર ઉપર કટાક્ષો કર્યા હતા. આ ઉપરાંત તેમણે દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ત્રણે નેતાઓએ સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા જ્યારે ગૃહમંત્રી સામે ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો કે દારૂબંધીનો કડક અમલ કરી બતાવે.

પરમ દિવસથી દારૂના અડ્ડાઓ પર પડાશે રેડઃ હાર્દિક પટેલ

પાટીદાર અનામન આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, દારુબંધી આંદોલન સમયે સરકારે આ મામલ કડક કાયદો બનાવ્યો છે. જેમાં એક લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઇ છે જેનો હજી સુધી અમલ થયો નથી. આ માટે અમે પરમ દિવસથી આ લડાઇ ચાલું કરવાના છીએ. અમે ત્રણે દારૂના અડ્ડાઓ ઉપર રેડ પડવાના છીએ. આ ઉપરાંત અમે 10 તારીખે રાજ્યપાલને રજૂઆત કરીશું. બિહારમાં દારૂ બંધીનો કડક અમલ થાય છે તો ગુજરાતમાં કેમ નથી થથો એવો પ્રશ્ન પણ હાર્દિક પટેલે કર્યો હતો.


સરકારની મીઠી નજર હેઠળ બધુ ચાલી રહ્યું છેઃ અલ્પેશ ઠાકોર

કોંગ્રેસના ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર પણ સરકારની કામગીરી ઉપર પ્રશ્નો કર્યા છે. તેણે સરકાર ઉપર સીધો આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાતમાં જે પણ કંઇ પ્રવૃત્તિ ચાલી રહી છે. એ સરકારની મીઠી નજર હેઠળ ચાલી રહી છે. ગુજરાતમાં બુટલેગરોનું રાજ છે. સરકાર આમા સીધી જવાબદાર છે. જો સરકાર એક દિવસમાં પાણીના પાઉચ બંધ કરી શકતી હોય તો શું ગુજરાતમાં દારુ બંધ ન કરાવી શકે? સરકારમાં ઇચ્છા શક્તિનો અભાવ છે. તેમની ઇચ્છા જ નથી કે ગુજરાતમાં દારુ બંધ થાય. ગુજરાતના ગૃહમંત્રીને અમારો પડકાર છે કે, ગુજરાતમાં અમદાવાદને દારૂમુક્ત કરી બતાવે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આંતરરાજ્ય સરહદ ઉપર સીસીટીવ પણ બંધ છે.પોલીસ અને બુટલેગરોની મીલીભગતઃ જિગ્નેશ મેવાણી

અપક્ષના ધારાસભ્ય અને દલિત નેતા  જિગ્નેશ મેવાણીએ પણ સરકાર ઉપર કટાક્ષો કર્યા હતા. મેવાણીએ કહ્યું હતું કે, ગુજરાતની અંદર ગૃહમંત્રી પ્રદિપસિંહ, અમદાવાદના પોલીસ કમિશ્નર, ગુજરાતના ડીજીપી પોતાની છાતી ઉપર હાથ મૂકીને કહી બતાવે કે અમે જ્યાં રહીએ છીએ તેના પાંચ કિ.મી.ની રેન્જમાં એક પણ દારૂનો અડ્ડો નથી ચાલતો. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ અને બુટલેગરોની મીલીભગત છે. તેમણે તંત્રને કહ્યું કે, જો તેઓ દારૂબંધીનો અમલ કરાવશે તો તેઓ સલામ કરશે.
First published: July 5, 2018, 2:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading