અમદાવાદ: નરોડામાં લુખ્ખા તત્વોએ સ્કૂલ પર કર્યો પથ્થરમારો

News18 Gujarati
Updated: January 27, 2018, 4:18 PM IST
અમદાવાદ: નરોડામાં લુખ્ખા તત્વોએ સ્કૂલ પર કર્યો પથ્થરમારો
તત્કાલિક સ્કૂલ બંધ કરી દઈ, વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી...

તત્કાલિક સ્કૂલ બંધ કરી દઈ, વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી...

  • Share this:
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલ સરસ્વતી વિધાલયની બહાર છેડતી કરતા રોમિયોથી કંટાળી ગયેલા પ્રિન્સીપાલે પોલીસને જાણ કરતા પોલીસે બે સગીરની અટકાયત કરી છે. નોંધનીય છે કે મેસેજ મળ્યા બાદ પોલીસે પહોંચી ત્યારે આરોપીઓના બચાવ માટે ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરી અને આરોપીને બચાવવા મૈદાને આવી ગયા હતા. શુ હતો મામલો અને કોણ છે આરોપીઓ આવો જોઈએ...

આ સ્કુલની બહાર રોમિયોના ત્રાસથી વિધાર્થીનીઓ કંટાળી ગયા હતા. પ્રિન્સીપાલનુ કહેવુ છે કે છેલ્લા છ મહિનાથી કેટલાક યુવકો સ્કુલની બહાર બેસી રહે છે અને સ્કુલ જ્યારે છુટે તે વખતે વિધાર્થીનીઓ સાથે છેડતી કરતા હોય છે જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી, પંરતુ આરોપીઓને પોલીસની બીકના હોય તે રીતે ખુલેઆમ વિધાર્થીનીઓની છેડતી કરતા હતા. શનિવારે સવારે ફરી સ્કુલની બહાર બેસી લુખ્ખા તત્વો દ્રારા આ પ્રકારનુ કૃત્ય કરતા પ્રિન્સીપાલ દ્રારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસની ગાડીઓ સ્કુલે પહોંચી ગઈ હતી.

મહત્વનુ છે કે, પોલીસને જાણ કરતા પોલીસ જ્યારે સ્કુલની બહાર પહોંચી ત્યારે પાંચથી વધુ યુવકો ત્યાં હાજર હતા પરંતુ પોલીસને જોઈ કેટલાક યુવકો ભાગી ગયા પરંતુ પોલીસે સ્થળ પરથી બે સગીરને ઝડપી પાડ્યો હતો. પોલીસે જ્યારે આ સગીરોને ઝડપી પાડ્યા ત્યારે તેમના પરિવારજનો અને ત્યાના અન્ય લોકો પહોંચી ગયા હતા અને આરોપીઓને છોડવવા મૈદાને આવી ગયા હતા. પોલીસ સુત્રોનુ કહેવુ છે કે આરોપીઓને બચાવવા માટે ટોળા દ્રારા પોલીસ સાથે ઝપાઝપી પણ કરવામાં આવી હતી અને કેટલાક લોકોએ પથ્થરો પણ ફેંક્યા હતા, પરંતુ પોલીસે બે સગીરે આરોપીઓને લઈ પોલીસ સ્ટેશન આવી ગઈ હતી.

સવાલ એ ઉભો થાય છે કે કેમ પોલીસ પહેલાથી આવા લુખ્ખા તત્વો સામે કોઈ કાર્યવાહી નથી કરતી. કેમ આવા લોકો સ્કુલની વિધાર્થીનીઓ સાથે ખુલેઆમ છેડતી કરતા હોય છે અને પોલીસ મુકપ્રેક્ષક બની બેઠી જાય છે. શુ પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે.
First published: January 27, 2018
વધુ વાંચો
अगली ख़बर