એક જ દિવસમાં ACBનો પાટણ, સુરત, છોટા ઉદેપુર અને દાહોદમાં સપાટો

News18 Gujarati
Updated: September 28, 2019, 4:09 PM IST
એક જ દિવસમાં ACBનો પાટણ, સુરત, છોટા ઉદેપુર અને દાહોદમાં સપાટો
ACB ઓફિસની તસવીર

એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા પાટણ, સુરત, છોટા ઉદેપુર અને દાહોદ એમ ચાર સ્થળો પર ટ્રેપ કરી છે. જેમાં ત્રણ ટ્રેપમાં તો પોલીસ કર્મચારીઓ જ લાંચ લેતા ઝડપાયા છે.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદ: રાજ્યમાં (Gujarat) એન્ટી કરપ્શન બ્યૂરો (Anti-Corruption Bureau) દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. એક જ દિવસમાં ચાર અલગ અલગ સ્થળો પર ટ્રેપ (trap)કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રથમ ટ્રેપ પાટણમાં કરવામાં આવી છે. જે ટ્રેપમાં એસીબીના ફરિયાદ સામે થયેલ કેસમાં તેને હેરાન નહીં કરવા માટે તેમજ કાગળોમાં મદદ કરવા માટે 10 હજારની લાંચની (bribe)રકમની માંગણી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના (Police station)એએસઆઇ ધીરજીભાઇ દેસાઇએ કરેલી હતી. જો કે અંતે ફરિયાદીએ 6 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. જો કે એસીબીના ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ એસીબીને કરતાં એસીબીએ છટકું ગોઠવીને આરોપીને લાંચની રકમ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો છે.

જ્યારે બીજી ટ્રેપની વાત કરીએ તો સુરતના ઓલપાડ વિસ્તારમાં કરવામાં આવેલ છે. જેમાં ઓલપાડ ગામના સરસ ગામમાં ગેરકાયદે જીંગા તળાવ પૈકી એસીબીના ફરિયાદીનું ગેરકાયદેસર જીંગા તળાવ સરસ ગામમાં આવેલું હતું. જેથી ગામના સરપંચ દ્વારા તેને તોડી નહીં પાડવા માટે અવેજ પેટે સરપંચ વતી ખાનગી વ્યક્તિ બ્રીજેશ પટેલએ રૂપિયા 25 હજારની લાંચ માંગી હતી. અને જો લાંચની રકમ નહીં આપે તો ફરિયાદીનું તળાવ તોડી પાડવાની ધમકી પણ આપેલી હતી. જેથી ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ એસીબીને કરતાં જ એસીબીએ છટકું ગોઠવીને ખાનગી વ્યક્તિ બ્રિજેશ પટેલને રૂપિયા 25 હજારની લાંચ લેતા ઝડપી લીધેલ છે.

ત્રીજી ટ્રેપ છોટા ઉદેપુર વિસ્તારમાં કરવામાં આવી છે. જેમાં એસીબીના ફરિયાદીના સાળા વિરુદ્ધમાં થયેલ દારૂના કેસમાં કાર્યવાહીના ભાગરૂપે પોલીસ દ્વારા તેનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે ફરિયાદીએ મોબાઇલ ફોન પરત લેવા માટેની માંગણી કરતાં જ છોટા ઉદેપુરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનોજકુમાર અને એએસઆઇ વનરાજસિંહ ગોહિલએ રૂપિયા 20 હજારની માંગણી કરેલ હતી. જેમાંથી રૂપિયા 15 હજાર આપવાનું નક્કી થતાં જ આ લાંચની રકમ રૂપિયા 10 હજાર રંગેહાથે લેતા આરોપીને ઝડપી લેવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદ : કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબમાં પહેલા બે દિવસનાં ગરબા રદ

ચોથી ટ્રેપ દાહોદના કતવારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જેમાં એસીબીના ફરિયાદીના સગાને લૂટના ગુનામાં બોરડીથી પકડવામાં આવ્યા હતા. આ આરોપી ઓને માર નહિ મારવા માટે પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક બારીયા એ ૪૦ હજાર રૂપિયા પી એસ આઈ આર આર રબારી ને આપવા પડશે તેમ જણાવ્યું હતું. જો કે આ લાંચ ની રકમ ના ૩૯૫૦૦ લેતા રંગે હાથે કોન્સ્ટેબલ (constable) હાર્દિક એસીબીના હાથે પકડાઈ ગયા છે. જ્યારે ટ્રેપની જાણ થતાં જ પી એસ આઈ સ્થળ પરથી ભાગી ગયા છે. જે અંગે હાલમાં એ સી બીએ વધુ તપાસ શરૂ કરી છે.
First published: September 28, 2019, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading