Home /News /madhya-gujarat /

અમદાવાદ : દિવાળીના બોનસ પેટે 10 હજાર રૂપિયા માંગવા પીઆઈને ભારે પડ્યા

અમદાવાદ : દિવાળીના બોનસ પેટે 10 હજાર રૂપિયા માંગવા પીઆઈને ભારે પડ્યા

પોલીસ ઇન્સ્પેક્ટર (Police Inspector)એસીબીના (ACB)છટકામાં આવી ગયા

Anti Corruption Bureau- આરોપીએ ફોન કરી હપ્તાના 10 હજાર તથા દિવાળી બોનસ પેટે રૂપિયા 10 હજાર મળી રૂપિયા 20 હજારની માંગણી કરી હતી

અમદાવાદ : સરકારી વિભાગોમાં (Government departments)ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તે માટે એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Bureau)દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી એન્ટી કરપ્શન બ્યુરોના ચોપડે અનેક કેસો નોંધાયા છે છતાં પણ હજી કેટલાક રૂપિયાના લાલચુ સરકારી બાબુઓ છે જે સુધરવાનું નામ લેતા નથી. ત્યારે વધુ એક પોલીસ ઇન્સ્પેક્ટર (Police Inspector)એસીબીના (ACB)છટકામાં આવી ગયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Ahmedabad Municipal Corporation)ઢોર પકડવાની ગાડીમાં નોકરી કરતા પોલીસ ઇન્સ્પેકટર ફારુક મસરૂક અહેમદ કુરેશીને એસીબીએ રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી પાડયા છે. આરોપીએ ફરીયાદીની ગાયો નહીં પકડવાની અને કેસ નહીં કરવાના દર મહિને લાંચ પેટે રૂપિયા 10 હજારની માંગણી કરી હતી અને જો ન આપે તો કેસ કરવાની ધમકી આપી હતી. ગઇ કાલે ફરીયાદીના મોબાઇલ ફોનમાં આરોપીએ ફોન કરી હપ્તાના 10 હજાર તથા દિવાળી બોનસ પેટે રૂપિયા 10 હજાર મળી રૂપિયા 20 હજારની માંગણી કરી હતી. જેથી ફરીયાદી પાસે પૈસાની વ્યવસ્થા નહીં હોવાનુ કહેતા આરોપીએ હપ્તાના રૂપિયા 10 હજાર આપી જવાનું કહ્યું હતું.

આ પણ વાંચો - મહિલાનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું- એ માણસ મને ઉલ્લુ બનાવી છે, મારા શરીર સાથે રમત રમી

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતા તેથી ફરીયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 ઉપર સંપર્ક કરી એસીબીને ફરીયાદ આપી હતી. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરી એરપોર્ટ સર્કલ પાસે એરપોર્ટ ઇનવન હોટલના ટેરેસ ઉપર પીઆઇને લાંચ લેતા ઝડપી પાડયા છે. હાલમાં એસીબીએ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એસીબી દ્વારા લોકોમાં જાગૃતતા આવે તે માટે પણ અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને તેની અસર પણ જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર પણ અનેક ફરિયાદો આવે છે.

500 કરોડની છેતરપિંડી કરનાર અનમોલ શેઠની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ અનમોલ શેઠની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)રાજસ્થાનના જેસલમેર ખાતેથી ધરપકડ કરી લીધી છે. રૂપિયા 14 લાખની છેતરપિંડીના (Fraud)કેસમાં અનમોલ શેઠની ધરપકડ કરવામાં આવી છે. અંદાજિત 1500 કરોડ રૂપિયાનું ફુલેકુ અનમોલ શેઠ દ્વારા ફેરવવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. અનમોલ શેઠની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે અને જેની સાથે જ ભોગ બનનાર લોકોને રાહતનો શ્વાસ આવ્યો છે. પરંતુ રોકાણકારો ના રૂપિયા પરત મળશે કે નહીં તેને લઈને મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: અમદાવાદ, એન્ટી કરપ્શન બ્યૂરો, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन