અમદાવાદ: LD એન્જીનિયરિંગના 11 વિદ્યાર્થીને 7 લાખના વાર્ષિક પેકેજની મળી ઓફર

News18 Gujarati
Updated: September 4, 2019, 8:26 PM IST
અમદાવાદ: LD એન્જીનિયરિંગના 11 વિદ્યાર્થીને 7 લાખના વાર્ષિક પેકેજની મળી ઓફર
મોટી મોટી કંપની ઓ પોતાના એમ્પ્લોઈને છુટા કરી રહી છે, તેવામાં એક ખાનગી કંપની એ એન્જીનીયરીગના 67 વિદ્યાર્થીઓને ખાનગી કંપનીમાં પ્લેસમેન્ટ આપ્યું છે.

મોટી મોટી કંપની ઓ પોતાના એમ્પ્લોઈને છુટા કરી રહી છે, તેવામાં એક ખાનગી કંપની એ એન્જીનીયરીગના 67 વિદ્યાર્થીઓને ખાનગી કંપનીમાં પ્લેસમેન્ટ આપ્યું છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ: અમદાવાદમાં એલ ડી એન્જીનયરિંગ કોલેજમાં ચાલી રહેલા કેમ્પસ ઈન્ટરવ્યુમાં 67 વિદ્યાર્થીઓનું જોબ પ્લેસમેન્ટ થયું છે. જેમાં 11 વિદ્યાર્થીઓને 7 લાખના વાર્ષિક પેકેજની ઓફર કરાઈ છે.

વિશ્વભર સહીત ભારતમાં પણ મંદીની અસર જોવા મળી રહી છે. મોટી મોટી કંપની ઓ પોતાના એમ્પ્લોઈને છુટા કરી રહી છે, તેવામાં એક ખાનગી કંપનીએ એન્જીનીયરીગના 67 વિદ્યાર્થીઓને ખાનગી કંપનીમાં પ્લેસમેન્ટ આપ્યું છે. જેમાં 11 વિદ્યાર્થીઓને 7 લાખના વાર્ષિક પેકેજની ઓફર કરાઈ છે. જ્યારે 56 વિદ્યાર્થીઓને 3.6 લાખના વાર્ષિક પેકેજ ઓફર કરાયા છે.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની એલ.ડી. એન્જિનયિરીંગ કોલેજમાં જોબ પ્લેસમેન્ટ માટે કેમ્પસ ઈન્ટરવ્યુ ચાલી રહ્યાં છે. થોડા દિવસ અગાઉ એક સાથે એક મલ્ટીનેશનલ કંપની દ્વારા 187 જેટલા વિદ્યાર્થીઓને જોબ ઓફર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની એલ.ડી. એન્જિનયિરીંગ કોલેજમાં જોબ પ્લેસમેન્ટ માટે કેમ્પસ ઈન્ટરવ્યુ ચાલી રહ્યાં છે. આ પહેલા 30 ઓગસ્ટે પણ એક સાથે એક મલ્ટીનેશનલ કંપની દ્વારા 187 જેટલા વિદ્યાર્થીઓને જોબ ઓફર કરવામાં આવી હતી.

કોઈ મલ્ટીનેશનલ કંપની દ્વારા વિદ્યાર્થીઓને જોબ ઓફર કરાઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી પરંતુ મહત્વપૂર્ણ એટલે બની જાય છે કેમ કે એસેન્ચર દ્વારા એલ.ડી.એન્જીનીયર કોલેજમાં ચાલતા જુદી જુદી 13 બ્રાંચના 187 વિદ્યાર્થીઓની એક સાથે પસંદગી કરવામાં આવી છે. તો સાથે જ તમામ 187 વિદ્યાર્થીઓને રૂપિયા 4.5 લાખથી 6.5 લાખ સુધીની વાર્ષિક પગારની ઓફર કરવામાં આવી છે.
First published: September 4, 2019
વધુ વાંચો
अगली ख़बर