રાજકોટ : રાશનકાર્ડ ધારકોનો હોબાળો, કહ્યું - 'કામ-ધંધા ચાલુ રાખો અથવા મફતમાં અનાજ આપો


Updated: April 1, 2020, 5:14 PM IST
રાજકોટ : રાશનકાર્ડ ધારકોનો હોબાળો, કહ્યું - 'કામ-ધંધા ચાલુ રાખો અથવા મફતમાં અનાજ આપો
વ્યાજબી ભાવની દુકાન પર મફતમાં અનાજ ન મળતા અનેક લોકો નારાજ

કલેક્ટરે કહ્યું, જે પણ કાર્ડ ધારકોનો સમાવેશ NFSAમાં થાય છે, તેવા જ લોકોને હાલ અનાજ અને કરિયાણું મફતમાં આપવામાં આવશે.

  • Share this:
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 1 એપ્રિલ 2020ના રોજથી NFSA અંતર્ગત સમાવિષ્ટ હોય તેવા રાશન કાર્ડધારકોને મફતમાં અનાજ અને કરિયાણું આપવામાં આવશે. ત્યારે આજે વહેલી સવારથી જ સસ્તા અનાજની દુકાનો પર રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં લાભાર્થીઓને મફતમાં અનાજ અને કરિયાણું આપવામાં આવી રહ્યું છે.

જોકે કેટલાક રાશન કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ અને કરિયાણાની ના પાડવામાં આવી હતી, જે બાદ મોટી સંખ્યામાં રાજકોટ શહેરના રાશન કાર્ડ ધારકો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે હોબાળો મચાવ્યો હતો. તો સાથે જ અનાજ અને કરિયાણું મફતમાં આપવાની માંગ કરી હતી.

કલેકટર કચેરીએ હોબાળો મચાવનારા લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તો સાથે જ આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો બીજી તરફ રાજકોટ જિલ્લા અધિક કલેકટર દ્વારા તેમણે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, જે પણ કાર્ડ ધારકોનો સમાવેશ NFSAમાં થાય છે, તેવા જ લોકોને હાલ અનાજ અને કરિયાણું મફતમાં આપવામાં આવશે. જે રાશન કાર્ડ ધારકો ત્રણ મહિનાથી વધુ સમય ગાળાથી સસ્તા અનાજની દુકાનેથી પોતાનું રાશન નથી લેતા, તેઓને હાલ અનાજ-કરિયાણું મફતમાં આપવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનએ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં 21 દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે NFSA રેશનકાર્ડ ધારક પરિવારોને 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો ચણાની દાળ અને 1 કિલો મીઠુ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.

 
First published: April 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading