ઉત્તર પ્રદેશ : અલ્પેશ ઠાકોરનું માથું કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઇનામ

News18 Gujarati
Updated: October 15, 2018, 7:42 AM IST
ઉત્તર પ્રદેશ : અલ્પેશ ઠાકોરનું માથું કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઇનામ
અલ્પેશ ઠાકોરની ફાઇલ તસવીર

મહારાની પદ્માવતી યૂથ બ્રિગેડ નામના સંગઠને જાહેરાત કરી, પોસ્ટર ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં સાર્વજનિક સ્થાનો ઉપર લગાવ્યા

  • Share this:
ગુજરાતમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સાથે મારપીટ કરી તેમને ભગાવવાના મામલે ચર્ચામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથું કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત મહારાની પદ્માવતી યૂથ બ્રિગેડ નામના સંગઠને કરી છે. આ સંગઠને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાના પોસ્ટર ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં સાર્વજનિક સ્થાનો ઉપર લગાવ્યા છે.

પોતાને બ્રિગેડનો રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવનાર ભવાની ઠાકુરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર અને તેના સાથી રાક્ષસી પ્રકૃતિના છે જે દબાયેલા ગરીબ મજુરો સાથે મારપીટ કરીને કાયરતા બતાવી રહ્યા છે. આ લોકો દેશ તોડવાનું કામ કરે છે અને તેમના વિરોધમાં બધાયે એકસાથે આવવું જોઈએ.

ભવાની ઠાકુરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરના માથા પર એક કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું છે અને ઘણા સ્થાનોએ તેના પોસ્ટરો લગાવ્યા છે. જો અલ્પેશ ગુજરાતની બહાર નહીં નિકળે તો લોકો ગુજરાત જઈને તેનું માથું કાપી લાવશે.

અરવલ્લી: કલેક્ટર-SPએ યુપી-બિહારના લોકોનો વિશ્વાસ જીતવા કર્યું જોરદાર કામ

આ દરમિયાન પોલીસે બધા સ્થળોએથી આવા પોસ્ટર હટાવી અશાંતી ફેલાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. અપર પોલીસ અધિક્ષક અજય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે બહરાઇચમાં આવા પોસ્ટર લાગ્યા હોવાની વાત સોશિયલ મીડિયા પર આવી રહી છે, જેને ગંભીરતાથી લેવામાં આવી છે. અસામાજીક અને ઉપદ્રવી તત્વોને અશાંતિ ફેલાવવાથી રોકવા અમે કટિબદ્ધ છીએ. સમાજમાં ભાગલા ન પડે તે માટે બધા સ્થાનેથી આવા પોસ્ટર હટાવવા માટે કહ્યું છે. સાથે પોસ્ટર લગાવનારને રોકીને તેમની પુછપરછ કરવાનો નિર્દેશ આપ્યો છે.
First published: October 14, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading