પતિ-પત્ની ઔર વોઃ અમદાવાદમાં પત્ની ફોન પર કરતી વાતો, પતિએ પ્રેમીને મારી છરી

News18 Gujarati
Updated: September 21, 2018, 6:36 PM IST
પતિ-પત્ની ઔર વોઃ અમદાવાદમાં પત્ની ફોન પર કરતી વાતો, પતિએ પ્રેમીને મારી છરી

  • Share this:
અમદાવાદમાં ફરી એક વખત પતિ-પત્નીનો ઝઘડો જગજાહેર થઇ ગયો છે. આ વખતે બોપલમાં એક પતિ અને પત્નીના પ્રેમીને છરીના ઘા માર્યાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં પતિએ જણાવ્યું કે તેની પત્ની સાથે આ શખ્સના આડાસંબંધ હતા. તેઓ અવાર નવાર ફોન પર વાતો કરતાં હતા. તો સામા પક્ષે પ્રેમીએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્ન બાદ પત્નીએ આપી ઓળખાણ

આ અંગે વિસ્તારથી વાત કરીએ તો 12 વર્ષ પહેલા બોપલમાં રહેતા પરેશ પટેલ(નામ બદલ્યું છે)ના લગ્ન જીયા પટેલ(નામ બદલ્યું છે)સાથે થયા હતા. ત્યાર બાદ પરેશને પત્ની જીયા પાસેથી જાણવા મળ્યું કે, લગ્ન પહેલા તેના વાસણા ખાતે રહેતા શૈલેષ પટેલ(નામ બદલ્યું છે) સાથે મિત્રતા હતી.

આવી રીતે થયો ખુલાસો

ત્યાર બાદ પરેશ અને જીયા નાઈજીરીયામાં શિફ્ટ થઈ ગયા અને ત્યાં જ રહેતા હતા. પરંતુ જુલાઈ માસમાં પરેશની પત્ની જીયા અને બાળકો અમદાવાદ આવ્યા હતા. આ સમયે પરેશને તેની પુત્રી પાસેથી જાણવા મળ્યું કે, શૈલેષના પત્ની જીયા પર ફોન આવે છે. આ બાબતે તેણે પત્ની સાથે વાત કરતા કહ્યું કે, મારે શૈલેષ સાથે કોઈ સંબંધ નથી. લગભગ ચાર દિવસ પહેલા પરેશ પરિવાર સાથે અમદાવાદ પરત આવ્યો અને આ સમયે પરેશના મોબાઈલ પર શૈલેષના ફોન આવતા હતા અને આ અંગે ખબર પડતા શૈલેષને સમજાવ્યો હતો.

સામ સામે છરી વડે હુમલોત્યાર બાદ ગત 19 સપ્ટેમ્બરના રોજ પરેશ પત્ની અને બાળકો સાથે સાસુના ઘરે ગયા અને સાંજે શૈલેષે ફોન કરી મળવા માટે કહ્યું અને બન્ને ઘોડાસર શિખર એપાર્ટમેન્ટમાં મળ્યા હતા. આ સમયે વાતચીત દરમિયાન બન્ને ગુસ્સામાં આવ્યા અને એક જ છરી એકબીજા પાસેથી ઝુંટવી લઈને સામ-સામે છરીના ઘા ઝીંક્યા હતા. જેમાં પરેશને ખભા પર અને શૈલેષને પેટમાં અને મોં પર છરીના ઘા વાગ્યા હતા. આ મામલે બન્નેએ વટવા પોલીસ સ્ટેશનમાં સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
First published: September 21, 2018, 6:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading