વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા, આણંદના યુવકનું આફ્રિકામાં મોત

News18 Gujarati
Updated: February 28, 2019, 7:45 AM IST
વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા, આણંદના યુવકનું આફ્રિકામાં મોત
મૃતક રવિની ફાઇલ તસવીર

  • Share this:
વિદેશમાં વસતા ગુજરાતીઓના મોતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના આફ્રિકામાં બની છે, અહીં રવિ પટેલ નામના યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. સ્થાનિક સરકારે હત્યાની પુષ્ટી કરી છે. તથા આરોપીઓને પકડવાની સાંત્વના પણ આપી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ચાર વર્ષ પહેલા આણંદથી આફ્રિકા ગયેલા રવિ પટેલ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. રવિ સ્ટોરમાં હતો ત્યારે ત્યાં કેટલાક લૂંટારુંઓ આવ્યા હતા, જેઓએ રવિને ગોળી મારી હતી. આ ગટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રવિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ ભારતીય સીમાની દેખરેખ રાખશે આ વિમાન, પાકની દરેક હરકત કરી શકે છે નિષ્ફળ

ઘટનાની જાણ થતા જ આણંદમાં રહેતાં રવિના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તથા ઝડપથી રવિના મૃતદેહને વતન પરત લાવવામાં આવે તે માટે પ્રયાસો શરૂ કર્યા હતા.
First published: February 27, 2019, 11:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading