અલ્પેશ અને ધવલસિંહ સામે કૉંગ્રેસ દ્વારા કરાયેલી અરજીમાં હાઇકોર્ટનો મહત્વનો આદેશ

News18 Gujarati
Updated: September 30, 2019, 9:47 PM IST
અલ્પેશ અને ધવલસિંહ સામે કૉંગ્રેસ દ્વારા કરાયેલી અરજીમાં હાઇકોર્ટનો મહત્વનો આદેશ
કૉંગ્રેસે કરેલી અરજી પર સ્પીકર નિર્ણય લેશે, અરજીનો નિકાલ કર્યો

કૉંગ્રેસે કરેલી અરજી પર સ્પીકર નિર્ણય લેશે, અરજીનો નિકાલ કર્યો

  • Share this:
સંજય જોશી, અમદાવાદ : અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીના મામલે હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે આજે એડવોકેટ જર્નલ દ્વારા કોર્ટે માં આપેલી બાહેધરી મુજબ સ્પીકર કૉંગ્રેસની અરજી પર નિશ્ચિત સમય મર્યાદામાં નિર્ણય લેશે તેવો આદેશ આપી કેસ નો નિકાલ કર્યો હતો.

હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ દ્વારા સુનવણી દરમિયાન એવી રજુઆત કરાઈ હતી કે નિશ્ચિત સમય મર્યાદામાં સ્પીકર કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલ અરજી ઉપર નિર્ણય લેશે. આ બાંહેધરી ને ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલ પિટિશન નો નિકાલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વ્હીપ ઈશ્યુ થયું હોવા છતાં પક્ષ વિરુધ મતદાન કરતા 6 વર્ષ માટે ડિસ્ક્વોલિફાય કરવામાં આવે તેવી માંગ પિટિશન માં કરવામાં આવી હતી.

આ પણ વાંચો - ગાંધી જયંતીએ PM મોદી સાંજે અમદાવાદ આવશે, જાણો મિનિટે મિનિટનો કાર્યક્રમ

રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બદલ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ચૂંટણી ના લડી શકે તેવી માંગ કરતી અરજીમાં વિધાનસભા અધ્યક્ષ તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સમયની માંગ કરી હતી. આ પહેલા અલ્પેશ ઠાકોર હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામુ રજૂ કરી ચૂક્યો હતો. જેમાં અલ્પેશે જણાવ્યું છે કે જ્યારે આ પિટિશન દાખલ કરવામાં આવી ત્યારે તેણે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. તેથી આ પિટિશન ટકવા પાત્ર નથી તથા પોતે ધારાસભ્ય ના હોય તેવા તબક્કે તેમની સામે ગેરલાયકાત અંગેની કાર્યવાહી ના થઈ શકે.
First published: September 30, 2019, 9:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading