ગુજરાત હાઈકોર્ટે આધાર સાથે પાનકાર્ડ લિંક અંગે આપ્યો આવો મહત્વનો આદેશ


Updated: January 23, 2020, 11:28 PM IST
ગુજરાત હાઈકોર્ટે આધાર સાથે પાનકાર્ડ લિંક અંગે આપ્યો આવો મહત્વનો આદેશ
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતની હાઈકોર્ટે હાલમાં જ પોતાના એક આદેશમાં કહ્યું કે, જો પાન કાર્ડ આધાર સાથે લીંક નહી હોય તો રદ નહી થાય.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતની હાઈકોર્ટે (Gujarat hight court) હાલમાં જ પોતાના એક આદેશમાં કહ્યું કે, જો પાન કાર્ડ (PAN card) આધાર (aadhar) સાથે લીંક નહી હોય તો રદ નહી થાય.

આધાર એક્ટની માન્યતા હાલમાં સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. સુપ્રીમ કોર્ટ આ અંગે અંતિમ નિર્ણય ના લે ત્યાં સુધી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તેને લિંક કરવાનો આદેશ આપશે નહીં. કોર્ટે કહ્યું કે, ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પાન-આધાર લિંકને વારંવાર પ્રોત્સાહન આપવા માટે ડેડલાઈન આપવી પણ ગેરકાયદેસર છે.

જસ્ટિસ હર્ષ દેવાણી અને જસ્ટિસ સંગીતા કે. વિસેનની બેચે જણાવ્યું હતું કે આયકલ કાયદાની 139AA ત્યાં સુધી માન્ય નથી, હજુ વિભાગે 31 માર્ચ 2020 નવી ડેડલાઈન નક્કી કરી દીધી હતી. આ અગાઉ વિભાગ ઘણી વખત અંતિમ ડેડલાઈન આગળ વધારી ચુક્યા હતા.

આધાર કાયદાની માન્યતાને આ સવાલના રૂપમાં હજુ અંતિમ રૂપ નથી મળ્યું કારણ કે, ”મની બિલ”ના રૂપમાં રજુ કરવા યોગ્ય કવામાં આવ્યું હતું? આ સવાલ પર સુપ્રીમ કોર્ટ હજી રોજર મેથ્યુ બનામ સાઉથ ઈન્ડિયન બેંક લિમિટેડ એન્ડ અદર્સ, સીએ નંબર 8588/2019 નામના કેસ પર વિચારણા કરી રહ્યું છે.

બંદિશ સૌરભ સોપારકરની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે, પાન કાર્ડને રદ્દ જાહેર કરવામાં આવશે નહીં અને તેને કોઈ પણ કાર્યવાહીમાં આ કારણેથી ડિફોલ્ટ નહી માનવામાં આવે, કારણ કે, તેમનુ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી. રોજર મેથ્યુ વિ. સાઉથ ઈન્ડિયન બેંક કેસ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી અને ઉપલબ્ધ નહી થાય ત્યા સુધી આ સ્થિતિમાં રહેશે. જો અરજદાર આધારકાર્ડની માહિતી આવકવેરા વિભાગને આપે છે, તો તેની સંપૂર્ણ ખાનગી ગુપ્ત માહિતી ખોવાઈ શકે છે.
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर