Home /News /madhya-gujarat /

Video: કલાકારે બનાવ્યો ગરબો, 'ગુજરાતના ગરબામાં નહીં વાગે રે ઢોલ, કલાકારોની વેદના કોન સાંભળશે રે લોલ'

Video: કલાકારે બનાવ્યો ગરબો, 'ગુજરાતના ગરબામાં નહીં વાગે રે ઢોલ, કલાકારોની વેદના કોન સાંભળશે રે લોલ'

ટૂંક સમયમાં નવલી નવરાત્રી આવી રહી છે. નવરાત્રીના નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. ભક્તિ અને આસ્થાના આ તહેવારનું રંગો સાથે પણ ખાસ જોડાણ છે. તે વાત તો બધા જ જાણે કે નવરાત્રીના નવ દિવસ નવ દેવીઓની ઉપાસના થાય છે. અને આ નવ દેવીઓની ઉપાસના મુજબ તે રંગની સાડી પણ મહિલાઓ પહેરે છે. જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે જાણો નવારાત્રીના નવ દિવસે શું પહેરશો.

અસરાની પરિવાર ગ્રુપ એ ગુજરાતી ગરબા દ્વારા ટકોર કરી છે કે, આ વર્ષે નવરાત્રીમાં ઢોલ નહીં વાગે તો તેમનું શું થશે. રાજ્ય સરકારે આ વિશે કોઈ આયોજન કર્યું છે કે, નહિ

અમદાવાદ : કોરોના વાયરસના પગલે લોકડાઉન આપ્યા બાદ અનેક લોકોના ધંધા-રોજગાર મોટી અસર પડી છે. લોકડાઉન બાદ અનલોકમાં કેટલાક ધંધા રોજગારને ધીમે ધીમે છૂટ આપવામાં આવી, પરંતુ હજુ પણ સ્ટેજ શો, ઓરકેસ્ટ્રા, ગાયક કલાકારો આ બધાના રોજગારના ક્યાંય ઠેકાણા નથી, તેમની આશા હતી કે, નવરાત્રી સુધીમાં તો બધુ સારી થઈ જશે અને રોજગારી ચાલુ થશે પરંતુ, તેમની તમામ આશા પર પાણી ફરી વળતા, આ ધંધા સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. ત્યારે એક એક કલાકારે આ મામલે ગુજરાતી ગરબો બનાવી ટકોર કરવાની કોશિશ કરી છે.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે હવે નવરાત્રિમાં માત્ર 200 લોકો ગરબે ઘૂમી શકશે. આ 200 લોકોમાં માત્ર ખેલૈયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે નવરાત્રિમાં કોઈ ઓર્કેસ્ટ્રા કે ગાયકો સામેલ નહીં થઈ શકે. આ પરિસ્થિતિમાં અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અસરાની ગ્રુપે સરકારના મંત્રીઓ માટે એક ગરબો બનાવ્યો છે.

20 વર્ષથી ગુજરાતના ખૂણે ખૂણે પોતાનું પરફોમન્સ આપી રહેલા અસરાની પરિવાર ગ્રુપ એ ગુજરાતી ગરબા દ્વારા ટકોર કરી છે કે, આ વર્ષે નવરાત્રીમાં ઢોલ નહીં વાગે તો તેમનું શું થશે. રાજ્ય સરકારે આ વિશે કોઈ આયોજન કર્યું છે કે, નહિ આ સવાલ સાથે તેમણે પોતાના ગરબાના શબ્દો પણ એવા લખ્યા છે જે ધારદાર વાતો છે સાથે વાસ્તવિક પરિસ્થિતિને પણ ઉજાગર કરે છે.



ગુજરાતમાં ગરબા ના તાલ પર નહિ વાગે ઢોલ

અમદાવાદ હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અસરાની ગ્રુપના અસરાની છેલ્લા 35 વર્ષથી નવરાત્રી હોય ત્યારે પોતાના તમામ કલાકારો સાથે સ્ટેજ પર્ફોમન્સ આપતા હતા. વર્ષ ૨૦૧૯માં નવરાત્રીના નવ દિવસ તેમણે સુરત ભાવનગર બરોડા અમદાવાદ સહિત અનેક જગ્યામાં પરફોર્મન્સ આપ્યા છે. પરિવારના તમામ લોકો ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છે કોઈ ગાયક છે તો કોઈ હાર્મોનિયમ વગાડી જાણે છે. અસરાની પરિવાર ના સુપુત્ર હર્ષ અસરાની ના કહેવા પ્રમાણે માતાજીના નવદુર્ગાનાં આ તહેવારમાં અનેક પરિવારોને મોટી અસર પહોંચી છે.અસરાની પાસે મ્યુઝિકની માસ્ટર ડિગ્રી પણ છે છતાં આ વર્ષે તેની માસ્ટર ડિગ્રી કોઈ કામે નહીં આવે.

તો આ વિશે વાતચીત કરતા અસરાની ગ્રુપના ઉજ્જલ ભાઈનું કહેવું છે કે, તેમના પરિવારના સાત થી આઠ સભ્યો નું ગુજરાત નવરાત્રી ના એક તહેવારને કારણે ચાલે છે.નવરાત્રી ની કમાણી તેઓ વર્ષ ઘર સાચવે છે અને તે દરમિયાન પોતાના પરિવારની તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી કરે છે.
Published by:kiran mehta
First published:

Tags: Artist, કેન્દ્ર સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन