Home /News /madhya-gujarat /

Ahemdabad: અમૂલે દૂધ-છાશ પછી વધાર્યા આ વસ્તુના ભાવ, જાણો ઘરના બજેટમાં કેટલો થશે વધારો

Ahemdabad: અમૂલે દૂધ-છાશ પછી વધાર્યા આ વસ્તુના ભાવ, જાણો ઘરના બજેટમાં કેટલો થશે વધારો

ગૃહિણીઓનો સામાન્ય બજેટ ખોરવાયો

હાલમાં શાકભાજીના (Vegetable) ભાવમાં પણ વધારો થયો છે. લીંબુ (Lemon) 60 થી 80 રૂપિયાના 250 ગ્રામ મળી રહ્યા છે. આ સાથે બીજી અનેક શાકભાજી પણ મોંઘી થઈ છે. આ મોંઘવારીને કારણે અનેક લોકોને મોટાપાયે તકલીફ પડી રહી છે.

    અમદાવાદ:  મોંઘવારીનો (Inflation) માર દિવસેને દિવસે ખૂબ જ વધતો જાય છે. જો કે હવે ખબર નથી આ મોંઘવારી ક્યાં જઇને અટકશે. આમ જોવા જઇએ તો છેલ્લા ઘણાં સમયથી દિવસેને દિવસે કોઇને કોઇ વસ્તુ મોંઘી (Expensive) થતી જાય છે. ત્યારે અમે તમને જણાવી દઇએ કે અમૂલ (Amul) દૂધ-છાશ (Milk – Buttermilk) બાદ હવે બટરના ભાવમાં પણ વધારો કરી દીધો છે.બટરના 100 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકટમાં ભાવનો (Price) વધારો કર્યો છે.

    ગૃહિણીઓનો સામાન્ય બજેટ ખોરવાયો

    નોંધનીય છે કે હાલમાં શાકભાજીના (Vegetable) ભાવમાં પણ વધારો થયો છે. લીંબુ (Lemon) 60 થી 80 રૂપિયાના 250 ગ્રામ મળી રહ્યા છે. આ સાથે બીજી અનેક શાકભાજી પણ મોંઘી થઈ છે. આ મોંઘવારીને કારણે અનેક લોકોને મોટાપાયે તકલીફ પડી રહી છે. આ સાથે જ અનેક લોકોના ઘરના બજેટ (Budget) પણ ખોરવાયા છે. શાકભાજી, ગેસ સિલિન્ડર, પેટ્રોલ જેવી બીજી અનેક વસ્તુઓના ભાવ સતત વધવના કારણે મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે હાલ અમૂલ (Amul) દ્વારા બટરના ભાવ વધારી દેવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: જૂના માધુપુરા મહાજન મંડલ સામે એકજૂથ થયેલા વેપારીઓની નારાજગી ભારે પડી

    અમૂલ બટર ખાવું મોંઘું થયું

    આમ અમૂલ બટરના ભાવ (Rate) કરીએ તો એમાં 100 ગ્રામના 50 રૂપિયાની બદલે 52 રૂપિયા થયા. 500 ગ્રામના 245 રૂપિયાથી વધીને 255 રૂપિયા થયા. અને એક કિલોના ભાવ 530 રૂપિયાથી વધીને 550 રૂપિયા થયા છે. જો કે હવે તો અમૂલ બટર પણ ખાવું મોંઘું પડે એવું થઇ ગયું છે. આ મોંઘવારીનો માર સતત વધવાને કારણે અનેક લોકો કંટાળી (Bore) ગયા છે. આ સાથે જ જે લોકો ભાડાના મકાનમાં રહે છે અને સાથે જેની ઇન્કમ (Income) ઓછી છે એ લોકોને આ મોંઘવારીમાં બહુ તકલીફ પડી રહી છે.

    આ પણ વાંચો: ખંભાતમાં પથ્થરમારાની ઘટના, રેન્જ IG વી. ચંદ્રશેખરે આપી જાણકારી

    મોંધવારી સતત વધવાને કારણે લોકો હેરાન પરેશાન

    માધ્યમ વર્ગના લોકોના ઘર 10 હજારમાં ચાલતા હતા એ હવે 13 હજારથી લઇને 15 હજાર સુધી પહોંચી જશે. આમ આ મોંધવારી સતત વધવાને કારણે અનેક લોકો સ્ટ્રેસમાં (Stress) આવી જાય છે. સ્ટ્રેસ લેવલ વધવાને કારણે વ્યક્તિ (Person) બીજી અનેક તકલીફોથી પીડાવા લાગે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad News, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन