અમદાવાદ : AMTS અને BRTS 50 ટકા કેપેસિટી સાથે સોમવારથી શરૂ થશે

અમદાવાદ : AMTS અને BRTS 50 ટકા કેપેસિટી સાથે સોમવારથી શરૂ થશે
અમદાવાદ : AMTS અને BRTS 50 ટકા કેપેસિટી સાથે સોમવારથી શરુ થશે

સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી એએમટીએસ અને બીઆરટીએસ બસનું સંચાલન થશે

  • Share this:
અમદાવાદ : AMTS અને BRTS 50 ટકા કેપેસિટી સાથે 7 જૂનને સોમવારથી શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી એએમટીએસ અને બીઆરટીએસ બસનું સંચાલન થશે. અમદાવાદમાં માર્ચ મહિનાથી કોરોનાના કેસમાં ભારે વધારો થતા AMCએ AMTS અને BRTS બસો બંધ કરી દીધી હતી. હવે કોરોના કાબુમાં આવી ગયો છે. સરકારે આંશિક અનલોકને પણ હળવુ કર્યું છે. ત્યારે હવે ત્રણ મહિનાથી બંધ રહેલી સિટી બસ સેવાને ફરી શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

AMTS અને BRTSબધા જ રૂટો પણ બસો દોડશે. જોકે 50 ટકા જ બસો દોડશે. બસમાં માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. આ સિવાય કર્મચારી જો થૂંકતા કે માસ્ક વગર પકડાશે તો 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કોરોના ના ફેલાય તે માટે બસને સેનિટાઇઝ કરવામાં આવશે.આ પણ વાંચો - અમદાવાદ શહેરમાં ગ્રીન કવર 20 ટકા સુધી લઇ જવા માટે શું છે એએમસી ગાર્ડન વિભાગનો પ્લાન?

ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભભાઈ પટેલે આ મુદ્દે કહ્યું હતું કે BRTS અને AMTS ક્યારે શરૂ થશે એ સવાલ સૌને હતો. સોમવારે, 7 તારીખથી 50 ટકા બસો શરૂ કરીશું. 50 ટકા મુસાફરોને બસમાં બેસાડવામાં આવશે. બસનો સ્ટાફ તેમજ વિજિલન્સના કર્મચારીઓ મળીને ગાઈડલાઈનનું પાલન કરાવીશું હાલ બસમાં લોકો બેસતાં નથી, કોરોનાના ડરને કારણે આ સ્થિતિ પેદા થઈ છે.

તેમણે કહ્યું હતું કે બધા ટર્મિનલ પર ગનથી ટેમ્પરેચર ચકાસણી, માસ્ક ફરજિયાત રહેશે. બસમાં મુસાફરો વધે તો લોકોને સમજાવીશું. સોમવારે હાલ જે બસની કુલ સંખ્યા છે તેના 50 ટકા બસ તમામ રૂટ પર શરૂ થશે.
Published by:Ashish Goyal
First published:June 05, 2021, 19:19 pm