અમદાવાદ : અમરાઈવાડીના કોંગ્રેસી ઉમેદવારે ડુંગળીનો હાર પહેરી ફોર્મ ભર્યું

News18 Gujarati
Updated: September 30, 2019, 1:01 PM IST
અમદાવાદ : અમરાઈવાડીના કોંગ્રેસી ઉમેદવારે ડુંગળીનો હાર પહેરી ફોર્મ ભર્યું
ધર્મેન્દ્ર પટેલ

અમરાઈવાડી બેઠક પર ભાજપે જગદીશ પટેલને મેદાને ઉતાર્યાં છે, જ્યારે કોંગ્રેસ તરફથી પણ પટેલ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : આગામી 21મી ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જેમાં અમદાવાદની અમરાઈવાડી બેઠક પણ સામેલ છે. અમરાઈવાડી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવતા આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર ભાજપે જગદીશ પટેલને મેદાને ઉતાર્યાં છે, જ્યારે કોંગ્રેસ તરફથી પણ પટેલ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે તેમણે ડુંગળીને વધેલા ભાવનો અનોખી રીતે વિરોધ કર્યો હતો.

ડુંગળીના વધી રહેલા ભાવનો વિરોધ : ડુંગળીના વધી રહેલા ભાવનો અનોખી રીતે વિરોધ કરવા માટે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે પોતાના ગળામાં ડુંગળીનો હાર પહેરીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમણે ફૂલહારની સાથે સાથે પોતાના ગળામાં ડુંગળીના હાર પણ પહેરી રાખ્યો હતો. નોંધનીય છે નાશિકમાં ડુંગળીનું ઓછું ઉત્પાદન અને ગુજરાતમાં હાલ પાક તૈયાર ન થયો હોવાથી રાજ્યમાં ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો છે.ધર્મન્દ્ર પટેલે ફોર્મ ભરવા જતા પહેલા જણાવ્યું હતું કે, અમરાઈવાડી વિસ્તારનો મુખ્ય પ્રશ્ન ખારીકાટ કેનાલનો છે. મેટ્રોના કામને લઈને વિસ્તારના લોકોને ખૂબ તકલીફ પડી રહી છે. અનુપમ બ્રિજને પણ ઘણા સમયથી બંધ કરી દેવામાં આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે. નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની રકમ 300થી 400 ટકા વધારી દેવામાં આવતા અમારા વિસ્તારની ગરીબ જનતાને ખૂબ તકલીફ પડી રહી છે.રવિવારે નામ જાહેર થયા બાદ ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "આ બેઠક પરથી મારો વિજય થશે. કૉર્પોરેશન અને સરકારે અમારા વિસ્તારની ઉપેક્ષા કરી છે. અમે ચૂંટણી જીતીશું. અમારા વિસ્તારમાં ખારીકટ કૅનાલનો મુદ્દો મુખ્ય સમસ્યા છે." નોંધનીય છે કે વર્ષ 2017માં ધર્મેન્દ્ર પટેલે અમરાઈવાડી વિધાનસભાની ટિકિટ માંગી હતી.
First published: September 30, 2019, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading