ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદીના ગુજરાતમાં અભિવાદન સમારોહમાં ખાનપુર ભાજપ કાર્યલય ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ખાનપુર કાર્યલયમાં જ્યારે કામગીરી શરૂ કરી ત્યારે દેશમાં આપણી પાસે માત્ર બે જ બેઠકો હતી અને અત્યારે દેશમાં આપણી સરકાર છે. દેશને એક એવા નેતાની શોધ હતી જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે.
અમિત શાહે કહ્યું, “આ એજ ખાનપુર કાર્યલાય છે, જ્યાં દેશ ઘોર નિરાશામાં હતો આપણી પાસે બે જ બેઠકો હતી અને ત્યારે નરેન્દ્ર ભાઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપને સત્તા અપાવી હતી અને આપણી વિજય યાત્રા શરૂ થઈ હતી. આજે દેશમાં આપણી સરકાર છે. ”
સુરતનું દુખ
અમિત શાહે કહ્યું કે સુરતમાં એક દુખદ ઘટના ઘટી અને 22 બાળકોને કાળ કોળિયો કરી ગયો આપણે તેમના પરિવારોને સાંત્વના આપીએ અને ઇશ્વરને પ્રાર્થના કરીએ કે આપણા બાળકો ની આત્માને શાંતિ આપે.
અનેક કાર્યકર્તા ઘડ્યા
ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીને કોઈ પૂછતું નહોતું તે ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ બનાવવાનું કામ નરેન્દ્ર ભાઈ કર્યુ. ગુજરાતના ગામે ગામ પ્રવાસ કરીને અને રાજ્યમાં પાર્ટીનો વિસ્તાર કર્યો અને 2001થી 2014 સુધી વણથંભી વિકાસની યાત્રા શરૂ કરી અને ગુજરાતના ગૌરવને સમગ્ર દેશમાં પહોંચાડ્યું હતું.
ગુજરાત રમખાણ માટે જાણીતું હતું
અમિત શાહે કહ્યું કે ગુજરાત એક વખતે સમગ્ર દેશમાં રમખાણો માટે જાણીતું હતું. રથયાત્રા કાઢવા માટે તકલીફ પડતી હતી. નરેન્દ્ર ભાઈના સાશનમાં એક પણ રમખાણ તોફાન નથી થયા અને ગુજરાતમાં શાંતિ સ્થપાઈ. પાણીની સમસ્યાનો ઉકેલ હોય કે ગામે ગામ અંધારા ઉલેચવાનું કામ હોય કે ગુડારાજનો ખાત્મો તમામ કામ નરેન્દ્ર ભાઈએ કર્યુ છે.
દેશને એવા નેતાની શોધ હતી જે પાકિસ્તાનને જવાબ આપે
અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે દેશને એવા નેતાની શોધ હતી જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે. પાકિસ્તાને એક વાર નહીં બે વાર અડપલા કર્યા અને ત્યારબાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું કામ નરેન્દ્ર ભાઈ કર્યુ હતું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર