ન્યૂઝ18 ગુજરાતી: ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો વિજય થયો છે. અમિત શાહે લાલ કૃષ્ણ અડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો છે. ભવ્ય જીત થતા શાહે ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાને ગાંધીનગર બેઠક પરથી હરાવ્યા છે. અમિત શાહ 4 લાખ વધુ મતથી આગળ છે.
લોકસભા ચૂંટણી 2019ની આજે મતગણતરી કરવામાં આવી હતી. સવારે 8.31 કલાકે ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરીમાં પ્રથમ રાઉન્ડમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સી.જે.ચાવડાથી આગળ ચાલી રહ્યા હતા, અંતે અમિત શાહે જંગી બહુમતીથી જીત મેળવી છે.
ગાંધીનગર ગુજરાતની સૌથી હાઇપ્રોફાઇલ બેઠક છે. ગાંધીનગર લોકસભા બેઠક અહીંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મેદાને છે. હીં 23 એપ્રિલના રોજ યોજાયેલા મતદાનમાં કુલ 65.57 ટકા જેટલું મતદાન યોજાયું હતુ.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા, અમિત શાહ સામે કોંગ્રેસ તરફથી ગાંધીનગર ઉત્તરના વર્તમાન ધારાસભ્ય એવા સી.જે. ચાવડાને ઉતારવામાં આવ્યા હતા.
ગાંધીનગર લોકસભા બેઠક ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ અને વીઆઈપી બેઠકોમાંથી એક છે. એ ન માત્ર રાજ્યની રાજધાની પણ ભારતીય જનતા પક્ષનો ગઢ પણ છે, જેના પર છેલ્લાં 30 વર્ષથી ભાજપનો કબજો છે.
ગાંધીનગરની લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને અહીં રાજનાથ સિંહ, વાજપેયી અને લાલ કૃષ્ણ આડવાણી જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ સતત જીતતા આવ્યા છે. લાલકૃષ્ણ આડવાણી આ બેઠક પર પ્રથમ વખત 1991માં જીત્યા હતા. ત્યાર પછી આડવાણીએ અહીંથી 1998, 1999, 2004, 2009 અને 2014માં વિજય મેળવ્યો હતો.
ગુજરાતમાંથી લોકસભાની 26 બેઠકોમાં ભાજપ માટે સૌથી સલામત મનાતી બેઠકોમાં ગાંધીનગર બેઠક પણ એક છે. 1989ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનાં કોકિલાબેન વ્યાસને 2,68,492 મતોની જંગી સરસાઈથી હરાવીને જીત્યા એ પછી કદી ભાજપે કદી આ બેઠક ગુમાવી નથી. ભાજપ માટે આ બેઠક એટલી સલામત ગણાય છે કે, 1991ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં કોંગ્રેસે ફિલ્મ સ્ટાર રાજેશ ખન્નાને મેદાનમાં ઉતારતાં ગભરાઈ ગયેલા લાલકૃષ્ણ અડવાણી પોતાના માટે સૌથી સલામત બેઠકની શોધમાં હતા ત્યારે તેમણે આ બેઠક પર પસંદગી ઉતારેલી. અડવાણી એ વખતે બંને બેઠક પર જીતેલા પણ તેમણે ગાંધીનગર બેઠક જાળવી અને 1996ની ચૂંટણીને બાદ કરતાં એ પછીની દરેક ચૂંટણીમાં અડવાણી આ બેઠક પર જીતતા રહ્યા છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર