અમિત શાહનો મત વિસ્તાર ગાંધીનગર બન્યો રાજ્યનો પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લો

News18 Gujarati
Updated: October 25, 2019, 4:46 PM IST
અમિત શાહનો મત વિસ્તાર ગાંધીનગર બન્યો રાજ્યનો પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લો
અમિત શાહે  ઉમેર્યુ કે, દેશના 5૦ કરોડ પરિવારો એવા હતા કે જ્યારે ગંભીર બિમારી આવે ત્યારે પૈસાના અભાવે સારવાર કરાવી શકતા નહોતા અને કોઇને મા / બાપ કે દિકરી/ દિકરો ગુમાવવો પડતો હતો.

અમિત શાહે  ઉમેર્યુ કે, દેશના 5૦ કરોડ પરિવારો એવા હતા કે જ્યારે ગંભીર બિમારી આવે ત્યારે પૈસાના અભાવે સારવાર કરાવી શકતા નહોતા અને કોઇને મા / બાપ કે દિકરી/ દિકરો ગુમાવવો પડતો હતો.

  • Share this:
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં એક જ દિવસમાં રૂ. 500 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. તેમણે તેમના મતક્ષેત્રના દ્વિદિવસીય પ્રવાસ દરમ્યાન કુલ 1378 કરોડના વિકાસકામો અને 32 હજારથી વધુ લાભાર્થીને લાભ મળવાના છે તેમ પણ આ પ્રસંગે ઉમેર્યુ હતું.

તેમણે આ અવસરે ઉજવલા યોજના તહેત ગાંધીનગર જિલ્લાની ગ્રામીણ-ગરીબ બહેનોને ઉજવલા યોજનાના લાભ આપતાં પાટનગરને રાજ્યના પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લાનું ગૌરવ અપાવ્યું હતું.

તેમણે આયુષ્યમાન ભારત યોજના અન્વયે 500 જેટલા લાભાર્થીઓને રૂ. પાંચ લાખ સુધીની આરોગ્ય સારવાર વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આરંભ કરાવ્યો હતો.

અમિત શાહે  ઉમેર્યુ કે, દેશના 5૦ કરોડ પરિવારો એવા હતા કે જ્યારે ગંભીર બિમારી આવે ત્યારે પૈસાના અભાવે સારવાર કરાવી શકતા નહોતા અને કોઇને મા / બાપ કે દિકરી/ દિકરો ગુમાવવો પડતો હતો. આવા સમયે  નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજના મૂકી. જેમાં રૂ.૫ લાખની આરોગ્ય સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.

ગૃહ મંત્રીએ તેમના સંસદીય મતક્ષેત્રના હરેક જરૂરતમંદ વ્યકિતને આયુષ્યમાન ભારતનો લાભ સરળતાએ મળે તે માટે પાટનગર જિલ્લામાં 10 કિ.મી.ના અંતરે આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલી હોસ્પિટલ, રૂગ્ણાલયો હોય તેવા આયોજનની નેમ પણ વ્યકત કરી હતી.

અમિત શાહે કહ્યું કે, અગાઉ 70 વર્ષમાં 13 કરોડ ગેસ સિલિન્ડર જ આપ્યા હતા તેમાંથી 10 કરોડ તો માત્ર શહેરી વિસ્તારમાં આપ્યા અને ગ્રામીણ વિસ્તારમાં 3 કરોડ જ હતા. જ્યારે 2014માં વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીએ શાસનધુરા સંભાળીને સપનું સેવ્યું હતું કે, મારી માતા-બહેનોને રસોડામાં ધૂમાડો વેઠવો ન પડે એ માટે માત્ર પાંચ જ વર્ષમાં 13 કરોડ ગેસ સિલિન્ડર આપ્યા તેમાં 8 કરોડ તો ગ્રામ્ય વિસ્તારોમાં આપ્યા છે,”. 
First published: October 25, 2019, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading