અમિત શાહના વિશ્વાસુ અજય પટેલ અને શંકર ચૌધરીની GSC બેંકના ચેરમેન-વાઇસ ચેરમેન તરીકે પુન: નિમણૂક


Updated: January 22, 2020, 4:48 PM IST
અમિત શાહના વિશ્વાસુ અજય પટેલ અને શંકર ચૌધરીની GSC બેંકના ચેરમેન-વાઇસ ચેરમેન તરીકે પુન: નિમણૂક
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન પદે સહકારી ક્ષેત્રના અગ્રણીઅજયભાઈ એચ. પટેલને તથા શંકરભાઈ ઍલ ચૌધરીને વાઈસ ચેરમેન પદે ફરી એકવખત ચૂંટવામાં આવ્યા હતા.

રાજ્યની સૌથી મોટી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક GSCના ચેરમેન અને વાઇસચેરમેન પદે ફરી થી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહના વિશ્વાસુ આગેવાનોની નિમણૂક

  • Share this:
અમદાવાદ : ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક ના 22 ડિરેક્ટરો ની હાજરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજાઈ હતી.વર્ષે 2009 થી ચેરમેન પદે અજય પટેલ અને વાઇસ ચેરમેન પદે શંકર ચૌધરીને વધુ એકવાર જવાબદારી શોપવામાં આવી છે.ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક છેલ્લા 5 વર્ષે માં 100 કરોડ થી વધુ નફો કરી રહી છે.

રાજ્યની તમામ સહકારી બેંકો ને એક છત્ર નીચે લેવામાં ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક નો ખુબ મોટો ફાળો છે.રાજ્યની નબળી પડેલ પાંચ સહકારી બેંકો જૂનાગઢ,વડોદરા,સુરેન્દ્રનગર, પંચમહાલ અને કચ્છ જિલ્લા સહકારી બેંકો ને બેઠી કરી દોડતી કરવામાં ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક ની મહત્વની કામગીરી રહી છે.

આ પણ વાંચો :  નિત્યાનંદની ખેર નથી : પોલીસે ચાર્જશીટ રજૂ કરી, રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાશે

ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક ના ચેરમેન અને વાઇસ ચેરમેને દાવો કર્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક  કામ કરશે.રાજ્યની 8 હજાર 400 સહકારી મંડળીઓ ના 28 લાખ ખેડૂતો ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક સાથે જોડાયેલા છે ત્યારે આ ખેડૂતો ને પાક બદલવા અને ખેતીની આધુનિક પદ્ધતિઓ ને લઈ જાગુતિ કરવાનું બેંક કામ કરશે.તે માટે બેંક દ્વારા સરકાર સાથે મળી ને એકસપર્ટ મિટ નું આયોજન કર્યું હતું જેમાં 200 થી વધુ પ્રગતિશીલ ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું.તો નેધરલેન્ડ થી નિષ્ણાતો ની ખાસ ટીમે ટ્રેનિંગ પણ આપી હતી.ખેડૂતો ને જીરો ટકા થી બેંક ધિરાણ આપવાની બેંક ની ભૂમિકા એ હકારાત્મક રહી છે.બેંક ને આ માટે જુદા જુદા 21 એવોર્ડ પણ એનાયત થયા છે.
First published: January 22, 2020, 4:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading