અમદાવાદ: અમિત શાહ યુવાનીમાં મિત્રો સાથે આઝાદ કાશ્મીર નામની રમત રમતા હતા

News18 Gujarati
Updated: October 21, 2019, 7:15 PM IST
અમદાવાદ: અમિત શાહ યુવાનીમાં મિત્રો સાથે આઝાદ કાશ્મીર નામની રમત રમતા હતા
અમિત શાહ (ફાઈલ ફોટો)

અમિત શાહને પુસ્તક વાંચનનો ખૂબ શોખ હતો. એવું કહેવાય છે કે, તે સમયે તેમના ઘરમાં પુસ્તકોની લાયબ્રેરી હતી

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ: માણસાથી અમિત શાહનો પરિવાર અમદાવાદ સ્થાઈ થયો. અમદાવાદ રહેવા આવ્યા બાદ અમિત શાહ આરએસએસની કાર્યશૈલીથી પ્રેરાયા, અને અહીંથી જ તેમના વેપારી જીવનમાંથી સંઘના જીવનની શરુઆત થઈ.

અમદાવાદના નારણપુરામાં આવેલી છે સંઘવી હાઈસ્કૂલ. આ હાઇસ્કૂલની બરાબર સામે સંઘવી હાઈસ્કૂલનું મેદાન હતું. જ્યાં સવારના સમયે સંઘની શાખા ચાલતી હતી. હાલ તો અહીં મેદાનમાં એક કોમ્પલેક્ષ બની ગયું છે. પરંતુ તે સમયે મેદાનમાં ચાલતી સંઘની શાખામાં અમિત શાહ પણ તેમના મિત્રો સાથે જતા.

અમિત શાહને પુસ્તક વાંચનનો ખૂબ શોખ હતો. એવું કહેવાય છે કે, તે સમયે તેમના ઘરમાં પુસ્તકોની લાયબ્રેરી હતી. યુવાવયમાં તેઓ મહાન રાષ્ટ્રનાયકોની વાતો વાંચી માતૃભૂમિની સેવા કરવાનું સ્વપ્ન જોતા. અહીં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાથી પ્રભાવિત થયા અને RSSમાં જોડાયા. એટલું જ નહીં કોલેજ કાળમાં જ તેઓ RSSની વિદ્યાર્થીપાંખ એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા અને ચાર વર્ષ કામ કર્યું.

સંઘની આ શાખાઓમાં યુવાઓને એક ગેમ રમાડવામાં આવતી હતી. જેને આઝાદ કશ્મીર ગેમ કહેવાતી હતી. અમિત શાહના અંગત મિત્ર સ્નેહલભાઈનું માનવું છે કે સંઘની શાખામાં રમાડવામાં આવતી આઝાદ કશ્મીર રમતથી અમિત શાહના જીવન પર અલગ પ્રભાવ પડ્યો છે.

તેમના મિત્રો માનવું છે કે હાલ જ્યારે અમિત શાહ કેન્દ્રના ગૃહ પ્રધાન બન્યા બાદ કાશ્મીરનો મુદો ઉકેલવાનું કામ હાથ ધર્યું છે, ત્યારે આઝાદ કશ્મીરની રમતની તેમના હૃદયમાં જ્યોત જલી રહી છે, જે કાશ્મીરનો મુદ્દો ઉકેલવામાં ખૂબ ઉપયોગી થશે.
First published: October 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading