14મીએ અમિત શાહનો કલોલમાં રોડ શો, કાર્યકર્તાઓ સાથે કરશે ગ્રુપ મીટિંગ

News18 Gujarati
Updated: April 12, 2019, 8:02 PM IST
14મીએ અમિત શાહનો કલોલમાં રોડ શો, કાર્યકર્તાઓ સાથે કરશે ગ્રુપ મીટિંગ
14મીએ અમિત શાહનો કલોલમાં રોડ શો

ભાજપના અધ્યક્ષ અમિત શાહ આગામી 14મી તારીખે ગુજરાત આવશે, તેઓ કલોક અને ગાંધીનગરમાં લોક સંપર્ક કરશે

  • Share this:
મયુર માંકડિયા, અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઇને પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ ફરી ગુજરાત આવશે. તેઓ કલોલ અને ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ આગામી 14મી તારીખે ગુજરાત આવશે. તેઓ કલોક અને ગાંધીનગરમાં લોક સંપર્ક કરશે. સાથે જ કલોલ ખાતે રોડ શો કરી જનસંપર્ક પણ કરશે. કલોલ બજારથી રોડ શો શરૂ કરવામાં આવશે.

સાથે જ અમિત શાહ 12 ગામના કાર્યકર્તાઓ સાથે રાધેજામાં ગ્રુપ બેઠક કરશે. ઉપરાંત તેઓ ગાંધીનગર વિસ્તારના કાર્યકર્તાઓ સાથે પણ બેઠક કરશે. તેઓ ગાંધીનગરના સેક્ટર 22માં ગ્રુપ બેઠક કરશે.

આ પણ વાંચો: 2019Polls: 1200 મહિલાઓએ શપથ લીધા: મતદાન કરીશું અને કરાવીશું

આટલું જ નહીં, અમિત શાહ ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાઓ સાથે 14મીએ સાંજે 7 વાગ્યે અને ગાંધીનગર શેહરના કાર્યકર્તાઓ સાથે 8 વાગ્યે મીટિંગ કરશે. સાથે જ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, તેઓ ગાંધીનગરની સામાજિક સંસ્થા સાથે પણ બેઠક કરશે.
First published: April 12, 2019, 8:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading