LIVE NOW

અમિત શાહનો કલોલમાં રોડ-શો, હજારો કાર્યકર્તાઓ જોડાયા

અમિત શાહ કલોલમાં રોડ શો કર્યા બાદ રાત્રીના 8.50 કલાકે ગાંધીનગર તાલુકાના 12 ગામોના આગેવાનો સાથે બેઠક યોજશે, જ્યારે રાત્રે 9.30 કલાકે ગાંધીનગર શહેરના હોદેદારો સાથે બેઠક કરશે.

gujarati.news18.com | April 15, 2019, 7:10 AM IST
facebook Twitter Linkedin
Last Updated April 15, 2019
auto-refresh

Highlights

6:17 pm (IST)

Load More
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થઈ ચુક્યું છે હવે હવે અગામી તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતની 26 બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી 23મીએ યોજાવાની છે, જેને લઈ રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર ધમધમી રહ્યો છે. ત્યારે ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે આજે અમદાવાદમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા વિધાનસભા વિસ્તારમાં જબરદસ્ત ચૂંટણી પ્રચાર કર્યો છે. ત્યારબાદે તેમણે કલોલમાં 4 કિમીનો રોડ શો યોજ્યો

અમિત શાહના શાહી રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સહિત નેતાઓ જોડાયા હતા. અમિત શાહે કલોલના મોટાભાગના વિસ્તારમાં રોડ શો કર્યો કર્યો. તેમમે 4 કિમીનો રોડ શો યોજી સમર્થકોના અભિવાદનને ઝીલ્યું હતું.

અમિત શાહ કલોલમાં રોડ શો યોજી રહ્યા હોવાથી તમામ રસ્તા પર સુરક્ષાની જબરદસ્ત તૈયારી કરવામાં આવી હતી. કલોલ તાલુકાના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. કાર્યકર્તાઓ અને નેતાઓએ ઢોલ નગારા સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અમિત શાહે કલોલમાં ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી રોડ શોની શરૂઆત કરી, ત્રણ આગળી સર્કલ, રેલવે સ્ટેશન, ખમાર ભવન, જ્યોતેશ્વર મહાદેવ, એન.કે. ચોક, સ્વામિ વિવેકાનંદ ચોક, શારદા સર્કલ, ભવનાથ મહાદેવ, અંબિકા નગર થઈ હનુમાન મંદિર, પંચવટી સુધી રોડ શો કર્યો હતો. કલોલમાં અમિત શાહના રોડ શોને લઈ ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોવાનું પણ સામે આવી હતું.

તમને જણાવી દઈએ કે, આજે સવારથી જ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, તેમણે  સાબરમતિ, ઘાટલોડિયા નારણપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરીઓ સાથે ગ્રુપ મિટીંગ કરી હતી. સાબરમતી વિધાનસભાની ગ્રુપ મિટીંગ રાણીપની સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલમાં તેમજ ગોતા વિશ્વકર્મા મંદિર ખાતે યોજાઈ હતી, તો ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ સાથે પ્રશાંત પાર્ટી પ્લોટ ખાતે ગ્રુપ મીટિંગ કરી હતી. આ સિવાય તેમણે નારણપુરા અને જુનાવાડજમાં પણ ગ્રુપ મિટીંગ કરી .

ઉલ્લેખનીય છે કે, અમિત કલોલમાં રોડ શો કર્યા બાદ હવે 8.50 કલાકે ગાંધીનગર તાલુકાના 12 ગામોના આગેવાનો સાથે બેઠક યોજશે, જ્યારે રાત્રે 9.30 કલાકે ગાંધીનગર શહેરના હોદેદારો સાથે બેઠક કરશે.

 
corona virus btn
corona virus btn
Loading