અમિત શાહ 55મો જન્મદિન ગુજરાતમાં ઉજવશે, સોમનાથ દાદાનાં કરશે દર્શન

News18 Gujarati
Updated: October 10, 2019, 10:04 AM IST
અમિત શાહ 55મો જન્મદિન ગુજરાતમાં ઉજવશે, સોમનાથ દાદાનાં કરશે દર્શન
અમિત શાહની ફાઇલ તસવીર

10 હજાર કરતાં વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવાનો એક સમારોહ પણ યોજાશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો 22 ઓક્ટોબરે 55મો જન્મદિવસ ઊજવશે. તેઓ આ નિમિત્તે ગુજરાતમાં આવવાનાં છે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પૂર્ણ થયા પછી આ દિવસે અમિત શાહ સોમનાથ દાદાનાં દર્શન કરશે. ત્યારબાદ અમદાવાદમાં આવીને આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. જેની પૂરજોશમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

વિવિધ કાર્યક્રમોનું આયોજન

શહેરનાં ગોતામાં અમિત શાહનાં જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો તથા જાહેરસભાનું આયોજન કરાયું છે. આ દિવસે જ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં મોટાપાયે રક્ત એકત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત 10 હજાર કરતાં વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવાનો એક સમારોહ પણ યોજાશે. આ લાભાર્થીઓને મા અમૃતમ, વિધવા તથા વૃદ્ધોને સહાય પેન્શન, દિવ્યાંગોને સહાય કિટનું વિતરણ કરવાનું પણ આયોજન છે. શાહ આ જ દિવસે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની 200મી શાખાનું ઉદ્ઘાટન પણ કરશે.

આ પણ વાંચો : મોદી સરકાર ભારતને વિશાળ Manufacturing Hub બનાવવા કટિબદ્ધ : અમિત શાહ

જુઓ : વંદે ભારત એક્સપ્રેસ દ્વારા દિલ્હીથી વૈષ્ણો દેવી ફક્ત 8 કલાકમાં પહોંચી શકાશે

પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનઆ દિવસે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે કાપડ થેલીઓનું વિતરણ પણ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 17 ઉઝબેકિસ્તાન જવાના હોવાથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માન્ડવિયાની ઉપસ્થિતીમાં ગૃહ પ્રધાન અમિત શાહનો જન્મદિન ખુબજ ઉત્સાહભેર ઉજવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading