વતનમાં અમિત શાહ : ગાંધીનગર, કલોલમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, દિવાળીમાં મુલાકાતીઓને મળશે

News18 Gujarati
Updated: October 25, 2019, 12:53 PM IST
વતનમાં અમિત શાહ : ગાંધીનગર, કલોલમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, દિવાળીમાં મુલાકાતીઓને મળશે
ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પેટાચૂંટણીમાં ત્રણ બેઠકોની હારનો રિપોર્ટ માંગી પ્રદેશ નેતાગીરીનો ઉઘડો લીધો

ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પેટાચૂંટણીમાં ત્રણ બેઠકોની હારનો રિપોર્ટ માંગી પ્રદેશ નેતાગીરીનો ઉઘડો લીધો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રીય ગૃહ મંત્રી (Union Home minister) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ (BJP National President) અમિત શાહ (Amit shah) દિવાળી અંતર્ગત વતનની મુલાકાતે છે. વારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા છે. સરકીટ હાઉસ ખાતે અમિત શાહે સીએમ રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી. ત્યારબાદ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમ મુજબ મહાત્મા મંદિર ખાતે વિકાસના વિવિધ કાર્યનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સહાય વિતરણ કાર્યક્રમ બાદ તેઓ બપોરે કલોલની KIRC કોલેજમાં કાર્યક્રમમાં હાજરી આપશે. આજે શાહ તેમના પરિવાર સાથે ધનતેરસ ઉજવશે.

કૉંગ્રેસે ગરીબી નહીં ગરીબોને હટાવ્યા : શાહ


ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાંધણગેસ કિટનું વિતરણ કર્યુ હતુ. આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને વિતરમ દરમિયાન તેમણે કૉંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે 'કૉંગ્રેસે ગરીબી નહીં ગરીબોને હટાવ્યા છે. નરેન્દ્રભાઈએ ગરીબી જોઈએ છે એટલે ગરીબી હટાવવા કામ કર્યા છે. નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે કે વર્ષ 2024માં જ્યારે ભાજપ વોટ માંગવા નીકળે ત્યારે દરેક ઘરમાં પીવાનું પાણી આવશે. જળસંચય અભિયાન અંતર્ગત પાણી બચાવવાનું મોટું અભિયાન શરૂ કર્યુ છે. નરેન્દ્રભાઈ દેશના 50 કરોડ ગરીબોને સારૂં જીવન જીવવાની વ્યવસ્થા કરી આપી. મને આ ક્ષેત્રના સંસદ તરીકે ઉંડો સંતોષ છે કે મે અનેકવીધ યોજનાઓના લાભાર્થીઓને ફાયદો કર્યો છે. '

આ પણ વાંચો : હરિયાણામાં આ રીતે બની શકે છે BJPની સરકાર, આ છે નંબર ગેમ

અમિત શાહનો આજનો કાર્યક્રમ
- કલોલ ફ્લાય ઑવરનું લોકાર્પણ
-કલોલ APMC ગેસ્ટહાઉસ અને પ્રવેશ દ્વારનું લોકાર્પણ
-કલોક KIRC કૉલેજમાં દિવ્યાંગોને સાધન સહાયની કિટનું વિતરણ

સવારે ગૃહ મંત્રી શાહનું ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદ ઍરપૉર્ટ પર સ્વાગત કર્યુ હતું.


આવતીકાલનો કાર્યક્રમ

- બોપલ ખાતે ઓડા દ્વારા નિર્માણ પામેલ વિકાસના કર્યો નું લોકાર્પણ

- સાણંદ ખાતે જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિત્રણ અને જુદી જુદી યોજનાઓનું ખાતે મુહર્ત ના જાહેર કર્યક્રમોમાં હાજરી આપશે.

દિવાળી અને નૂતન વર્ષે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે

ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રતિ વર્ષ નૂતન વર્ષે મુલાકાતીઓને મળતા હોય છે ત્યારે આ વર્ષે તેઓ દિવાળી નિમીતે સવારે 8-12 દરમિયાન શુભેચ્છા મુલાકાત કરશે તેવી જ રીતે નૂતન વર્ષે પણ સવારે 8-12 વાગ્યા સુધી થલતેજના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરશે.

આ પણ વાંચો : PM મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં જંગલ સફારી સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

પેટાચૂંટણીના પરિણાથી શાહ નારાજ, ઉધડો લીધો

પ્રાપ્ત અહેવાલો મુજબ ગૃહ મંત્રી અમિત શાહ રાજ્યની પેટાચૂંટણીના પરિણામોથી ખૂબ નારાજ થયા છે. તેમણે સર્કિટ હાઉસ ખાતે પ્રદેશની નેતાગીરીનો ઉધડો લીધો હોવાનું જાણવા મળે છે. પેટાચૂંટણીમાં થરાદ, રાધનપુર, અને બાયડ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો પરાજય થતા અમિત શાહે રિપોર્ટ માંગ્યો હોવાની વિગતો સામે આવી છે.
First published: October 25, 2019, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading