Home /News /madhya-gujarat /

Amit Shah Birthday Spl: ક્રિકેટનાં શોખીન અમિત શાહની જાણો કઇ છે ફેવરેઇટ ડિશ

Amit Shah Birthday Spl: ક્રિકેટનાં શોખીન અમિત શાહની જાણો કઇ છે ફેવરેઇટ ડિશ

ગૃહમંત્રી અમિત શાહને ક્રિકેટનો છે ગાંડો શોખ

Happy Birthday Amit Shah: ભોજન બાદ તેમનાં પસંદીદા ખેલ અંગે વાત કરીએ તો, તેઓને ચેસ અને ક્રિકેટમાં ગાંડો શોખ છે. નારણપુરા વિસ્તારમાં આવેલી સંઘવી સ્કૂલનું એક સમયે મેદાન હતું. જે સંઘવી હાઈસ્કૂલના મેદાનનાં નામે જાણીતું હતું હાલમાં આ મેદાન નથી. આ જગ્યાએ શુભલક્ષ્મી કોમ્પ્લેક્સ બની ગયું છે. 

વધુ જુઓ ...
(અમદાવાદથી મયુર માકડિયા અને સંજય ટાંકનો રિપોર્ટ)
આજે દેશનાં ગૃહમંત્રી અમિત શાહનો (Homminister Amit Shah) જન્મ દિવસ છે. ત્યારે તેમનાં જન્મ દિવસે તેમનાં એક ખાસ શોખ અને ભાવતા ભોજન અંગે વાત કરીએ. અમિત શાહ રાજકારણમાં (Happy Birthday Amit Shah) તો સફળ રહ્યા છે. પણ તેઓ જોકે તેઓ સારા સ્પોર્ટ્સ મેન પણ છે. તેમને ક્રિકેટ અને ચેસનો ગજબનો શોખ છે. સાથે સાથે ખાવાના પણ એટલા જ શોખીન છે સૌથી પહેલાં જો તેમનાં ભાવતા ભોજન અંગે વાત કરીએ તો તેમને સૌથી વધુ ભાજીપાંવ પ્રિય છે.

ભોજન બાદ તેમનાં પસંદીદા ખેલ અંગે વાત કરીએ તો, તેઓને ચેસ અને ક્રિકેટમાં ગાંડો શોખ છે. નારણપુરા વિસ્તારમાં આવેલી સંઘવી સ્કૂલનું એક સમયે મેદાન હતું. જે સંઘવી હાઈસ્કૂલના મેદાનનાં નામે જાણીતું હતું હાલમાં આ મેદાન નથી. આ જગ્યાએ શુભલક્ષ્મી કોમ્પ્લેક્સ બની ગયું છે.  પરંતુ તે સમયે અહીં મેદાનમાં અમિત શાહ મિત્રો સાથે ક્રિકેટ રમતા હતા તેઓ ક્રિકેટનાં એટલા શોખીન છે કે સોસાયટીમાં પણ અહીંનાં રહીશો સાથે ક્રિકેટ રમતા.

આ પણ વાંચો-Amit Shah Birthday: ભાજપના ‘ચાણક્ય’ મંત્રી કહેવાતા અમિત શાહની રાજકીય સફર કઈ રીતે શરુ થઈ? વાંચો

વર્ષ 2009માં સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ એસોસિયેશન અમદાવાદના પ્રમુખ અને 2014માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા. અમિત શાહ માત્ર ક્રિકેટના શોખીન છે તેવું નથી.. શતરંજની રમતમાં પણ તેઓ એટલા જ માહીર છે.  અમિત શાહ વર્ષ 2006માં તેઓ ગુજરાત ચેસ એસોસિયેશનના પ્રમુખ બન્યા અને 2010 સુધી તેઓ પ્રમુખ રહ્યાં. અને તેમના આ કાર્યકાળ દરમિયાન તેઓ ગુજરાતમાં ચેસની રમતને પ્રોત્સાહન આપ્યું અને બાળકોના અભ્યાસમાં ચેસની રમત ફરજિયાત વિષય તરીકે બનાવ્યો એટલુ જ નહિ એક સાથે 20 હજાર જેટલા બાળકોને એક જ પ્લેટફોર્મ પર એકત્રિત કરી ગીનીસ બુક ઓફ વર્લડ રેકોર્ડ પણ કરાવ્યો

ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન  સેક્રેટરી ભાવેશ પટેલ જણાવે છે કે વર્ષ 2006માં તેઓ ગુજરાત ચેસ એસોસિયેશનના પ્રમુખ બન્યા પછી બાળકો ચેસ રમત રમવા કેવીરીતે પ્રેરાય અને બાળકો સ્ટેટ લેવલે, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ઉત્કૃષ્ઠ દેખાવ કરી શકે તેવા પ્રયાસો તેમણે કર્યા હતા. નારણપુરાનાં રહીશ અમિત શાહના અંગત વિશ્વાસુ અને અમદાવાદનાં પૂર્વ મેયર ગૌતમ શાહના મતે અમિત શાહ ક્રિકેટના શોખીન હોવાની સાથે ખાવાના પણ એટલાજ શોખીન છે તેમને સૌથી વધુ ભાજીપાઉં પ્રિય છે. તે અંગે વાત કરી છે.

આ પણ વાંચો-PM Modi address to nation : PM મોદીનું દેશને સંબોધન, કહ્યું- 100 કરોડ વેક્સિનેશન નવા ભારતની શરૂઆત

અમિત શાહ બાળપણમાં ઘરના આંગણામાં રમતા ક્રિકેટ
બાળપણથી જ અમિતશાહ ને ક્રિકેટ રમવાનો ખુબ શોખ હતો.માણસા ખાતે પોતાની હવેલીના આંગણાં મિત્રો સાથે ક્રિકેટ અને લખોટી ની રમત રમતા હતા.બાળપણ માં શાંત સ્વભાવ ધરાવતા અમિત શાહ પોતાના મિત્રો માટે ખુબ મસ્તી પણ કરતા હતા.તેમના બાળપણના મિત્રો આજે પણ એ દિવસો યાદ કરીને કહે છે કે હવેલીના આંગણામાં જગ્યા હતા અને એ જગ્યામાં ક્રિકેટના ફટકા મારતા.આ ઉપરાંત અમિત શાહના મિત્રો કહે છે કે તે મિત્રો સાથે બહુચરમાતાના મંદિર પાસે પણ ગિલ્લી દંડા જેવી રમતો રમતા..અમિતભાઈ જયારે ધોરણ 8માં માણસાની એલડીઆરપી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા..ત્યારે સ્કૂલના તમામ વિધાર્થીઓ ની સાયકલ માંથી હવા નીકાળી દેતા તેમને શિક્ષક દ્વારા ખુબ માર મારવામાં આવ્યો હતો.

અમિત શાહ પહેલેથી જ વાંચનના શોખીન
અમિત શાહને વિદ્યાર્થિી કાળથી જ વાંચનનો ખુબ શોખ હતો.અમિત શાહ ધોરણ 9 સુધી માણસામાં રહ્યા અને બાદમાં ધોરણ 9 થી અમિત શાહ પરિવાર સાથે અમદાવાદ રહેવા આવી ગયા..પરંતુ બાળપણથી જ માણસાના પુસ્તકાલયમાં મહાપુરુષોના જીવન ચરિત્ર ના વાંચન મન પરિણામે અમદાવાદમાં 1980ના વર્ષે થી 16 વર્ષે ની ઉંમરે રાષ્ટીય સવયં સેવક સંઘ ની શાખા સાથે જોડાયા હતા.
Published by:Margi Pandya
First published:

Tags: Bjp gujarat, Happy Birthday Amit Shah, અમિત શાહ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन