રાજનીતિના 'ચાણક્ય' અમિત શાહ શતરંજની રમતમાં પણ માહેર

News18 Gujarati
Updated: October 22, 2019, 10:35 AM IST
રાજનીતિના 'ચાણક્ય' અમિત શાહ શતરંજની રમતમાં પણ માહેર
અમિત શાહ (ફાઇલ તસવીર)

અમિત શાહ સફળ રાજકારણી હોવાની સાથે સાથે સારા સ્પોર્ટ્સ મેન પણ છે, ક્રિકેટ અને ચેસ તેમની ગમતી રમત છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : અમિત શાહ રાજકારણમાં સફળ હોવાની સાથે સાથે સારા સ્પોર્ટ્સ મેન પણ છે. અમિત શાહને ક્રિકેટ અને ચેસનો ખૂબ શોખ છે. એટલું જ નહીં તેઓ ખાવાના પણ એટલા જ શોખીન છે. તેઓને ભાજીપાંઉ સૌથી પ્રિય છે.

નારણપુરા વિસ્તારમાં આવેલી સંઘવી હાઈસ્કૂલ સામેનું મેદાન સંઘવી હાઈસ્કૂલના મેદાનના નામે જાણીતું હતું. હાલમાં અહીં શુભલક્ષ્મી કોમ્પ્લેક્સ બની ગયું છે. પરંતુ જે તે સમયે અમિત શાહ અહીં મેદાનમાં પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમતા હતા. અમિત ક્રિકેટના એટલા શોખીન છે કે સોસાયટીના રહીશો સાથે પણ ક્રિકેટ રમતા હતા. તેઓ વર્ષ 2009માં સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ એસોસિયેશન અમદાવાદના પ્રમુખ અને 2014માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા.

આ પણ વાંચો :  Shah@55: અમિત શાહના રાજકીય ઉદયનું 45 વર્ષ સુધી સાક્ષી રહ્યું તેમનું નારણપુરાનું આ ઘર

અમિત શાહ માત્ર ક્રિકેટના શોખીન છે તેવું નથી. તેઓ શતરંજની રમતમાં પણ માહેર છે. અમિત શાહ વર્ષ 2006માં ગુજરાત ચેસ એસોસિયેશનના પ્રમુખ બન્યા અને 2010 સુધી આ પદ પર રહ્યા હતા. તેમના આ કાર્યકાળ દરમિયાન તેઓએ રાજ્યમાં ચેસની રમતને પ્રોત્સાહન આપ્યું હતું અને બાળકોના અભ્યાસમાં ચેસની રમતને ફરજિયાત વિષય તરીકે બનાવ્યો હતો.આ પણ વાંચો : Exclusive : 1985માં મિત્રો સાથે સોમનાથ ફરવા આવેલા અમિત શાહની ખાસ તસવીરોએટલું જ નહીં, એક સાથે 20 હજાર જેટલા બાળકોને એક જ પ્લેટફોર્મ પર એકત્રિત કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના સેક્રેટરી ભાવેશ પટેલ જણાવે છે કે, 'વર્ષ 2006માં તેઓ ગુજરાત ચેસ એસોસિયેશનના પ્રમુખ બન્યા પછી બાળકો ચેસ રમત રમવા કેવી રીતે પ્રેરાય તેવા તેમજ બાળકો સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે સારું પ્રદર્શન કરે તે માટે તેઓઓ ખૂબ પ્રયાસો કર્યા હતા.

આ પણ વાંચો : Exclusive : અમિત શાહે ધોરણ-10 અને 12નો અભ્યાસ આ સ્કૂલમાં કર્યો છે

અમિત શાહના અંગત વિશ્વાસુ અને અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ જણાવે છે કે, અમિત શાહ ક્રિકેટના શોખીન હોવાની સાથે ખાવાના પણ એટલા જ શોખીન છે. તેમને ભાજીપાંઉ સૌથી વધુ પ્રિય છે.

આ પણ વાંચો : અમિત શાહનો 55મો જન્મ દિવસ : મોદીએ કહ્યુ, મારા સહયોગીને અનેક શુભેચ્છાઓ
First published: October 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading