અમદાવાદ : સોમવારે લાંબા અંતરાલ બાદ પ્રભુ જગન્નાથ અમદાવાદની (Ahmedabad Rath Yatra) નગરચર્યાએ નીકળશે. આ ઐતિહાસિક રથયાત્રામાં ભાગ લેવા માટે દેશના ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) અમદાવાદ આવી પહોંચ્યા છે. શનિવારે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર વાયુ સેનાના વિશેષ વિમાનથી શાહ આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપા પ્રમુખ પાટિલ, અમદાવાદના મેયર દ્વારા કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી શાહ સોમવારે અમદાવાદ રથયાત્રામાં ભાગ લેશે દરમિયાન રવિવાર અને સોમવાર દરમિયાન તેઓ ગાંધીનગર લોકસભા (Gandhinagar Lok Sabha) મત વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાવશે.
રવિવારના કાર્યક્રમો
11મી જુલાઈએ ગૃહ-સહકાર મંત્રી શાહ અમદાવાદ બોપલમાં આવેલા સોબો ક્રોસ રોડ પાસે આવેલા સિવિક સેન્ટરમાં ઔડા દ્વારા નિર્મિત પાણી વિતરણની યોજના તેમજ પશ્ચિમ રેલવે ઔડા અને પાલિકાની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરાવશે. સવારે 10.45 કલાકે બોપલૃઘુમા રોડ પર સ્ટર્લિંગ સિટી બસ સ્ટોપ પાસે ઔડા દ્વારા નિર્મિત લાયબ્રેરીની મુલાકાત લેશે. સવારે 11.00 વાગ્યે તેઓ વેજલપુરમાં પાલિકા દ્વારા નિર્મીત અદ્યતન પાર્ટી પ્લોટ અને નવીન કૉમ્યુનિટી હોલની મુલાકાત પણ લેશે. જ્યારે બપોરે 4.00 વાગ્યે સાણંદ બાવળા તાલુકામાં સરકારની વિવિધ યોજનાઓના વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સાણંદ એપીએમસીમાં કરાવશે.
સોમવારે રથયાત્રાના દર્શન બાદ ગૃહમંત્રી શાહ દિવસ દરમિયાન ગાંધીનગર વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરાવશે. સોમવારે સવારે 11.45 કલાકે તેઓ કલોલ શહેર તેમજ ગાંધીનગર તાલુકામાં સરકારની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવશે.
" isDesktop="true" id="1113259" >
આ કાર્યક્રમ નારદીપુર તળાવ પાસે યોજાશે જ્યારે 1.15 કલાકે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં નવનિર્મિત નારકોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક ભવનનું લોકાર્પણ કરાવશે. બપોરે 3.05 વાગ્યે સ્વામિનારાયણ મંદિર અડાલતજમાં નવનિર્મિત શારદા-મણી કોમ્યુનિટી સેન્ટરના લોકાર્પણ કરાવશે.