પેપર લીક: પરીક્ષાર્થીઓને થયેલા આર્થ‍િક નુકસાન સરકારે આપવું જોઈએ- અમિત ચાવડા

News18 Gujarati
Updated: December 2, 2018, 2:16 PM IST
પેપર લીક: પરીક્ષાર્થીઓને થયેલા આર્થ‍િક નુકસાન સરકારે આપવું જોઈએ- અમિત ચાવડા
અમિત ચાવડાની ફાઇલ તસવીર

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ભાજપ ઉપર આકરાં પ્રહારો કર્યા હતા.

  • Share this:
ગુજરાતમાં લોકરક્ષકની ભરતી માટે લેખીત પરીક્ષા યોજવામાં આવી હતી. જોકે, પરીક્ષા ચાલુ થાય તે પહેલા જ પેપર લીક થતાં મોકુફ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ ભરતી બોર્ડના એડિશનલ ડીજીપી વિકાસ સહારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાવાર જાહેરાત કરી હતી.

સાથે સાથે આ ઘટનાના પગલે તેમણે જાહેરમાં માફી માંગી હતી. આ સમયે તેઓ ભાવુક પણ થઇ ગયા હતા. આ ઘટનાના પગલે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર ભારે કટાક્ષો કર્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ભાજપ ઉપર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષા મોકુફ થવાના પગલે સરકારે પોતે પણ મીડિયા સામે આવીને માફી માંગવી જોઇએ.

અમિત ચાવડાએ મીડિયા સાથે વાત તરતા કહ્યું હતું કે, પરીક્ષા મોકુફ થવાથી પરીક્ષાર્થીઓને થયેલા આર્થીક નુકસાન પણ સરકારે આપવું જોઇએ. સારી વ્યવસ્થા ઉભી થવી જોઇએ. કોઇપણ જાતની ગેરરીતી ન થવી જોઇએ અને જે પણ જવાબદાર હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.

વારંવાર આવ પ્રકારની પરીક્ષાઓ મોકૂફ થવાની ઘટાનાઓના પગલે જે તે ખાતાના મંત્રીઓએ પણ જવાબદારી સ્વીકારવી રાજીનામું આપવું જોઇએ. મંત્રીઓ નેતાઓએ બીજા કાર્યક્રોમમાં રસ દાખવ્યા સીવાય આવા પ્રકારની પરીક્ષાઓમાં પણ રસ દાખવવો જોઇએ.

 
First published: December 2, 2018
વધુ વાંચો
अगली ख़बर