પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે કૉંગ્રેસનું રાજ્યવ્યાપી પ્રદર્શન,અમિત ચાવડા સાથે અનેક કાર્યકરોની અટકાયત

News18 Gujarati
Updated: June 29, 2020, 12:04 PM IST
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે કૉંગ્રેસનું રાજ્યવ્યાપી પ્રદર્શન,અમિત ચાવડા સાથે અનેક કાર્યકરોની અટકાયત
પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી છે.

પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી છે.

  • Share this:
અમદાવાદ : કોરોનાના કહેરને લઈ લોકો આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે તેવા સમયે પેટ્રોલ, ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાવધારા વિરુધ્ધ રાજ્યવ્યાપી દેખાવો યોજવામાં આવ્યા છે. જેને કારણે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી છે.

અમદાવાદમાં કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શહેરનાં સરદાર બાગ પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ વચ્ચે કાર્યકરો સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરી છે.

રાજકોટમાં કૉંગ્રેસનાં એક કાર્યકરે ઘોડા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ પોલીસે આ વ્યક્તિને ખેંચીને નીચે ઉતાર્યો હતો અને અટકાયત પણ કરી હતી.

આ પણ વાંચો- કોરોના સંક્રમણ વધતા સુરતનું હીરા ઉદ્યોગ બંધ કરવાની વિચારણા, પાંચ દિવસમાં 200થી વધુ સંક્રમિત 

કૉંગ્રેસનું દેશવ્યાપી કેમ્પેઇન

નોંધનીય છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે સવારે એક કેમ્પેઈનની શરૂઆત કરી. જેમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વિરૂદ્ધ બોલવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ જુઓ - 

રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરતા ટ્વીટ કરી લખ્યુ કે આવો #SpeakUpAgainstFuelHike Campaign સાથે જોડાઈએ. ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારે 10 વાગે કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે.
First published: June 29, 2020, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading