અમદાવાદ : 'મેરી મોત કા કારણ સંકેત હે,' સમલૈંગિક સંબંધો બાંધવા હેરાન કરતા સહકર્મીના ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યો

અમદાવાદ : 'મેરી મોત કા કારણ સંકેત હે,' સમલૈંગિક સંબંધો બાંધવા હેરાન કરતા સહકર્મીના ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યો
પ્રતીકાત્મક તસવીર

સમલૈગિંક સંબંધ બાંધવા દબાણ કરતા સમહકર્મીના ત્રાસથી કંટાળી યુવનો આપઘાત, 'વો મુજે રોજ જાનુ જાનુ બોલ કર સેક્સ કરને કે લીએ ફોર્સ કીયા કરતા થા'

  • Share this:
અમદાવાદ: ઓઢવમાં રહેતા 24 વર્ષીય યુવકે આપઘાત (Suicide) કર્યો ત્યારે એક સ્યુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં તેણે એક શખ્સ કે જે તેનો સાથી કર્મી હતો તે તેને સેક્સ્યુલી હરેશમેન્ટ (Sexual Harassment) કરતો અને 'જાનુ જાનુ' બોલીને સેક્સ કરવા માટે ફોર્સ કરતો હતો. આ શખ્સ ગુપ્તભાગોએ ટચ કરીને હેરાન કરતો અને એટલુ જ નહી યુવકને બદનામ પણ કરી નાખ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.  આવી સુસાઈડ નોટ યુવકના પિતાને મળતા તેમણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મુળ મધ્યપ્રદેશના અને હાલ ઓઢવમાં રહેતા 57 વર્ષીય આધેડ તેમના પત્ની અને બે દિકરા સાથે રહે છે. તેમનો 24 વર્ષીય પુત્ર ગાંધીનગર ખાતે નોકરી કરતો હતો. છેલ્લા ઘણા સમયથી આ યુવક હતાશ રહેતો અને ટેનશનમાં રહેતો તો સાથે સાથે તે બરાબર જમતો પણ ન હતો. જેથી કંપનીના કોઈ વ્યક્તિએ તેના પરિવારજનોને આરામ કરાવવા કહ્યું હતું.આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

ગત બુધવારે સાંજના સમયે આધેડ જમી પરવારીને તેમના રૂમમાં સુઈ ગયા હતા. સવારે નોકરી જવાના ટાઈમે ઉઠીને જોયુ તો તેમનો નાનો દીકરો ગળે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી પુત્રના રૂમમાં તપાસ કરી ત્યારે એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેની સાથે કામ કરતો એક યુવક સેક્સુઅલી હેરાન કરતો હોવા સહિતના મુદ્દા લખેલા હતા. આ સ્યુસાઇડ નોટ મળી આવતા યુવકના પિતાએ પોલીસને ઘટનાની જાણ  કરી હતી.

ઓઢવ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. બાદમાં પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી હતી. આ મામલે મૃતકના પિતાની ફરીયાદના આધારે પોલીસે સંકેત નામના શખસ ના વિરુદ્ધમાં દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

મેરી મોત કા કારણ સંકેત હૈ- અંતિમ ચીઠ્ઠી

મરતા પહેલાં યુવકે લખેલી ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં  લખ્યુ હતું કે, મેરી મોત કા કારણ સંકેત હે, ઉસને મુજે મેન્ટલી ઈતના ટોર્ચ કીયા હૈ કી મેરી જીને કી ઈચ્છા ખત્મ કર દી, ઉસને મેરે સાથ સેક્સ્યૂલી હરેશમેન્ટ કીયા, વો મુજે રોજ જાનુ જાનુ બોલ કર સેક્સ કરને કે લીએ ફોર્સ કીયા કરતા થા, કભી મુજે ફોરપ્લે કરકે ટચ કિયા કરતા, કભી મેરે સ્તન કો દબાતા થા.'

આ પણ વાંચો :  અમદાવાદ : અમરાઈવાડીમાં યુવકની જાહેરમાં થઈ હતી હત્યા, ઘટનાના CCTV સામે આવ્યા

'તો કભી સેક્સ્યુલ પોઝિશન મેં મુજે પીછે સે ટચ કિયા કરતા. કભી મેરે સાથ ગંદી ગદી હરકતે કરકે ગુપ્તભાગો પે ટચ કરતા થા ઔર ફીર કંપનીમે મુજે હી બદનામ કરવા દીયા ઔર મેરે આત્મસમ્માન કો કુચલ કર રખ દીયા. અપના સમ્માન ખોકર અબ મેરે જીને કી ઈચ્છા ખત્મ હો ગઈ, વો જુઠ ભી બહુત બોલતા હૈ, અગર કાનૂન ઉસે સજા નહી દેગા તો મેરે ઈશ્વર ઉસે દંડીત કરેંગે.'
Published by:Jay Mishra
First published:April 14, 2021, 19:56 pm

ટૉપ ન્યૂઝ