Home /News /madhya-gujarat /

અમદાવાદમાં AMCએ લોકોને આપી કચરા પેટીઓ, પરંતુ બે જ કલાકમાં લોકો પાછી આપી ગયા

અમદાવાદમાં AMCએ લોકોને આપી કચરા પેટીઓ, પરંતુ બે જ કલાકમાં લોકો પાછી આપી ગયા

કચરા પેટી કૌંભાડ

Ahmedabad Municipal Corporation News: લીલો કચરો લીલા ડસ્ટબિનમાં (dustbin) અને સૂકો કચરો વાદળી ડસ્ટબિનનામાં નાંખવાનું  કહેવામાં આવે છે. જે હવે  અમદાવાદ મ્યુ.કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા ઘરે ઘરે ડસ્ટબિનનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ ભીનો કચરો અને સુકો કચરો અલગ તારવવા માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો આપવામાં આવી છે. લીલો કચરો લીલા ડસ્ટબિનમાં (dustbin) અને સૂકો કચરો વાદળી ડસ્ટબિનનામાં નાંખવાનું  કહેવામાં આવે છે. જે હવે  અમદાવાદ મ્યુ.કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા ઘરે ઘરે ડસ્ટબિનનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. પરંતુ કહેવાય છે ને હાથી ના દાંત ખાવાના અલગ અને ચાવવાના અલગ હોય છે બરોબર એ જ રીતે  મોટા ઉપાડે શરુ થયેલુ આ સરાહનીય કામ આખરે ભ્રષ્ટાચાર પર આવીને અટક્યુ હોય તેવો ભાસ લાગી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ડસ્ટબિન આપવામાં આવે છે હલકી ગુણવત્તાના હોવાની ફરિયાદો ઉઠી છે.

ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડસ્ટબિનને લઇને વિવાદમાં આવ્યું છે. જ્યાં સ્થાનિકો એ કચરા જેવી કચરાપેટી છે એવું કહીને કોર્પોરેશન ની ઝાટકણી કાઢી છે.ઘાટલોડિયાના  મહિલા કોર્પોરેટરને લોકોની અનેક ફરિયાદો મળી કે કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતા ડસ્ટબિન હલકી ગુણવત્તાના છે. આ મામલે  ભાજપના કોર્પોરેટર દ્વારા જ અમદાવાદ મનપાને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

ભાજપના કોર્પોરેટરે આ ફરિયાદ સેન્ટ્રલ વર્કશોપના ડાયરેક્ટર વિજય મિસ્ત્રીને કરી હતી. બીજી તરફ સાથી કોર્પોરેટર ની ફરિયાદ અંગે ઘાટલોડિયા વોર્ડ નાં જતીન પટેલ  ક્વોલિટી મામલે  કોઇ ફરિયાદ નહીં કરી હોવાનું જણાવી રહ્યા છે.તેમને જણાવ્યું કે તેમને ડસ્ટબિન એકમાં એક ફીટ થઈ જાય એ રીતે ઉતારવામાં આવતું હોવાથી એ અંગે ની ફરિયાદ કરી છે.

આ પણ વાંચોઃ-Honey Trap: મોરબીમાં વૃદ્ધ હનીટ્રેપનો ભોગ બન્યા, બે મહિલા સહિત છ લોકોએ 22 લાખ પડાવ્યા

હલકી ગુણવત્તાના ડસ્ટબિનથી પ્રજામાં આક્રોશ
અમદાવાદમાં લોકો વોર્ડમાં જઇને હલકીગુણવત્તાના ડસ્ટબિન હોવાની ફરિયાદ કરવા પહોંચ્યા હતા. લોકોનું કહેવુ છે કે આજે સવારે જ અમને ડસ્ટબિન આપી ગયા પરંતુ ડસ્ટબિનના ઢાંકણા પણ બંધ થતા નથી. અમુક તો ડસ્ટબિન પહેલેથી  જ તૂટી ગયેલા છે.  લોકો ઘાટલોડિયા વોર્ડ ખાતે ડસ્ટબીન બદલાવવા માટે પહોંચ્યા હતા. ડસ્ટબીન બદલાવવા આવેલા લોકોએ નિવેદન આપ્યું હતું કે અમને આપવામાં આવેલા ડસ્ટબીન ખોલતાની સાથે જ ઢાંકણા તૂટ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવ્યા

તેથી અમે આ ડસ્ટબીનને પરત બદલવા માટે લાવ્યા છીએ.આ અંગે વિપક્ષ નેતા શહેજાદ પઠાણ એ આ ઘટના ને વખોડી નાખી ને કહ્યું કે ભાજપ નું તંત્ર ભષ્ટ્રાચાર માં ડૂબેલું છે. જેમાં ફરી આવું કૌભાંડ થયું હોય એમાં કોઈ શંકા ને સ્થાન નથી.કોર્પોરેટરની ફરિયાદ બાદ સેન્ટ્રલ વર્કશોપના કામ પર સવાલો ઉઠ્યા છે કે જ ડસ્ટબિનની ખરીદી કરવા માટે 12 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં હલકી ગુણવત્તા કેમ?સપ્લાયર દ્વારા હલકી ગુણવત્તાના ડસ્ટબિન પધરાવી દેવામાં આવ્યા અને કોઇનું ધ્યાન જ ન ગયુ ?   સમયસર વેરો ભરનાર પ્રજાને સુવિધાના નામે હાલાકી કેમ?  સમગ્ર ઘટનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એકવાર ડસ્ટબિન કૌભાંડની ગંધ આવી રહી છે ત્યારે આગામી સમયમાં આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવુ રહ્યું હતું.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, AMC News, Gujarati news

આગામી સમાચાર