પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત AMCનો નિર્ણય, હવેથી પાણીની બોટલ ઉપર પ્રતિબંધ!

News18 Gujarati
Updated: September 12, 2019, 5:30 PM IST
પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત AMCનો નિર્ણય, હવેથી પાણીની બોટલ ઉપર પ્રતિબંધ!
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલા પાણીના પાઉન્ચ અને ચાના પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદઃ સ્વચ્છ ભારત મિશન બાદ હવે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં પાણીની બોટલ (Ban)પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા પહેલા પાણીના પાઉન્ચ અને ચાના પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. હવે એએમસીએ પાણીની બોટલ, કન્ટેનર, રેપર વગેરે જેવા તમામ એક વખતમાં ઉપયોગમાં લેવામાં આવતા પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો છે..

એએમસી સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટરે ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યુ હતું.. કે અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે એએમસીએ ત્રણ પખવાડિયા માટે અલગ અલગ કાર્યક્રમ ઘડી નાખ્યા છે. પ્લાસ્ટિક મુક્ત દિવાળીની ઉજવણીના ભાગરૂપે એકત્રીત કરવામાં આવેલ પ્લાસ્ટિકનો રીસાયકલ અને નિકાલ કરવામાં આવશે. ત્રણ તબક્કામાં વિવિધ અભિયાનનું આયોજન પણ કરાશે. અમદાવાદીઓને પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંગે જાગૃત કરાશે.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેફામ ઉપયોગથી ઠેરઠેર ગંદકીના ઢગ

પ્યાલા, બરણીય, વાસણ ભંડારવાળઆને પ્રોત્સાહન આપી જાહેર કાર્યક્રમોમાં પ્લાસ્ટીકની વસ્તુ આપવાના બદલે અન્ય વાસણ આપે તે માટે સમજણ અપાશે. પ્લાસ્ટીકનો કચરો એકત્રીત કરી પુરતી માત્રામાં રીસાઇકલ પ્રોસેસીંગ માટે લઇ જવાશે.

શહેરના વોર્ડ મુજબ સિવિક સેન્ટર પર પ્લાસ્ટિક એકત્રીત કરાશે. પ્લાસ્ટિક મુક્ત કરવા માટે હવેથી એનજીઓ સાથે જોડી ઘરમાંથી નકામા કપડા એકત્રીકરણની કામગીરી હાથ ધરાશે.. ત્યાર બાદ તેની યોગ્ય સફાઇ કરી કપડાની બેગ બનાવીને નાગરીકોને પ્લાસ્ટિકના બદલે કાપડની થેલી અપાશે.

  
First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर