કોરોના કહેર વચ્ચે AMCનો પ્રી-મોન્સૂન એક્શન પ્લાન, મેયરની આગેવાનીમાં કામગીરીની સમીક્ષા કરાઇ

કોરોના કહેર વચ્ચે AMCનો પ્રી-મોન્સૂન એક્શન પ્લાન, મેયરની આગેવાનીમાં કામગીરીની સમીક્ષા કરાઇ
કોરોના કહેર વચ્ચે AMCનો પ્રી-મોન્સૂન એક્શન પ્લાન, મેયરની આગેવાનીમાં કામગીરીની સમીક્ષા કરાઇ

ચોમાસાની શરૂઆત પહેલા જ પ્રી-મોન્સૂન પ્લાન અંતર્ગત મળી બેઠક, મુખ્ય પાલડી કંટ્રોલ રૂમ સહિત 17 કંટ્રોલ રૂમ કાર્યરત

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેર હાલ કોરોના કહેર વચ્ચે સંઘર્ષ કરી રહ્યું છે ત્યા ફરી એક પડકાર એએમસી સામે આવ્યો છે. શહેરમાં પ્રી-મોન્સૂન એક્શન પ્લાન માટે મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં ચોમાસા પહેલા એએમસીએ શું કામગીરી કરી તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે માહિતી આપતા કહ્યું હતુ કે અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન સારી રીતે મોનિટરીંગ તથા મોન્સુન માટેની કામગીરી થઇ શકે તે માટે પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ અને જૂદા જૂદા ઝોનમાં 17 કન્ટ્રોલ રૂમ 24 કલાક માટે કાર્યરત કરાયા છે. જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા સુચના પણ અપાઇ ગઇ છે. શહેરમાં 150 સ્થળો 521290 જેટલા સીસીટીવી કેમેરા લગાવામા આવેલ છે. જેનું મોનીટરીંગ પાલડી સ્થિત કંટ્રોલ રૂમમાં કરાશે. આ ઉપરાત 54 સુએરજ પમ્પીંગ સ્ટેશનોમાં 10 ટર્મિનલ પમ્પીંગ સ્ટેશનો સહિત કુલ 64 સુખરેજ પમ્પીંગ સ્ટેશનોમાંથી પ્રિવેન્ટીંગ મેઇન્ટેન્સની કામગીરી પૂર્વ કરેલ છે.આ પણ વાંચો - નડિયાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમા શહેરની મોટા ભાગની કેચપીટ સફાઇ કરી દેવામાં આવી છે. શહેરમાં કુલ 46,501 કેચપીટમાંથી બીજા રાઉન્ડમા 33 હજાર કેચપીટ સફાઇ કરી દેવામાં આવી છે. શહેરની તમામ એન્ડ પાસ સફાઇ કામગીરી અને અન્ડરપાસમાં પમ્પીંગ સ્ટેશન કાર્યરત કરવા માટે મેઇન્ટેન્સ કરી દેવામાં આવ્યું છે.જોકે દર વર્ષે ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન પ્લાન તૈયાર કરાય છે પરંતુ સામાન્ય વરસાદ પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાંખે છે અને હજારો કરોડ રૂપિયા સામાન્ય વરસાદમાં વહી જાય છે.
Published by:News18 Gujarati
First published:June 02, 2020, 16:52 pm

ટૉપ ન્યૂઝ