Home /News /madhya-gujarat /

અમદાવાદ : તમારા ઘરની બહાર AMC લખશે X અને P, જાણો તેનો શું છે મતલબ

અમદાવાદ : તમારા ઘરની બહાર AMC લખશે X અને P, જાણો તેનો શું છે મતલબ

એએમસીની આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઇ સર્વે હાથ ધરી રહી છે

covid-19 case in Gujarat : વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી કરવા એએમસી (AMC)દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો છે

અમદાવાદ : કોરોના વાયરસ (Coronavirus)સામે રક્ષણ મેળવવા માટે એક માત્ર ઇલાજ વેક્સિન (Corona Vaccine)છે. ત્યારે વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી કરવા એએમસી (AMC)દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઘર ઘર દસ્તક અંતર્ગત ઘરે જઇ કોરોના વેકિસન આપવામાં આવી રહી છે. તેમજ ડોર ટૂ ડોર આરોગ્ય ટીમે સર્વે હાથ ધર્યો છે.

એએમસીના તબિબ ડો. ચેતનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત સરકારના (Government of India)કોરોના વેક્સિન અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાએ (Ahmedabad Municipal Corporation)વેકિસનને વેગવંતુ બનાવવા માટે ઘર ઘર દસ્તક અભિયાન શરૂ કર્યું છે. એએમસીની આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઇ સર્વે હાથ ધરી રહી છે. ઘરે- ઘરે જઇ દસ્તક આપી કોરોના વેકિસન લીધી છે કે નહી તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘરની બહાર X અને P લખવામાં આવી રહ્યા છે. ઘરની બહાર જો X લખ્યો હશે તો પરિવારે વેકિસન નથી લીધી અને જો ઘરની બહાર P લખ્યો હશે તો વેકિસન પરિવારે લીધી છે તે સાબિત થાય છે.

આ પણ વાંચો - અમદાવાદ : યુવક અને યુવતી ભાગી ગયા પરંતુ જેલ જવાનો વારો આવ્યો પોલીસ કર્મીને

વધુમાં ડો ચૌધરીએ જણાવ્યું હતું કે એએમસી ઘર ઘર દસ્તક અભિયાન માધ્યમથી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં 100 ટકા વેકિસન લક્ષ્યાંક હાંસલ કરવા માંગે છે. શહેરમાં હજુ પણ 9 લાખથી વધુ એવા નાગરિકો છે જેઓએ બીજા ડોઝનો સમય થયા હોવા છતા હજુ ડોઝ લીધો નથી. તેથી આવા નાગરિકોની યાદી તૈયાર કરી એએમસી ટીમ ઘરે ઘરે પહોંચી સર્વે કરી રહી છે.

આ પણ વાંચો - સુરત : બિલ્ડરે મહિલાને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યા, પરિણીત હોવાની પોલ ખુલી અને પછી...

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશએ દેશવાસીઓને અપીલ કરી છે તેમ છતા અનેક લોકો છે જેમણે વક્સિન લીધી નથી. કેટલાક લોકો એવા છે જેઓ વેકિસન સેન્ટર સુધી વેકિસન માટે જઇ શકતા નથી. જોકે ઘર ઘર દસ્તક અભિયાન લોકોને ઘરે જઇ વેકિસન કરી કોરોના સામે સુરક્ષિત કરવાનો પ્રયાસ છે. અન્ય દેશમાં ત્રીજી વેવના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત દેશ પ્રથમ હશે કે જેઓ 100 ટકા વેકિસન સુધી પહોંચી ગયો હશે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાન સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા હતા. જ્યારે 35 દર્દીઓ સાજા થયા છે. 98.74 ટકા રિકવરી રેટ નોંધાયો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Corona vaccine, Coronavirus, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन