અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) અમદાવાદના ડેવલપમેન્ટ (Ahmedabad Development) માટે વર્લ્ડ બેંક (World bank) દ્વારા રૂપિયા 3000 કરોડની લોનની મંજૂરી આપવા બાબત કોંગ્રેસ (Gujarat Congress) પક્ષ દ્વારા વર્લ્ડ બેંકને આભાર વ્યક્ત કરતો ઇમેઇલ કરવામાં આવ્યો અને અમદાવાદ ખાતે આવનાર અધિકારીઓની અમદાવાદના વિકાસ માટે મહત્વના સૂચનો આપવા મુલાકાતનો સમય માંગવામાં આવ્યો હતો.
AMC વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદના વિકાસ માટે જરૂરી એવી મહત્વની બાબતો જેમકે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ,સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ તથા વોટર નેટવર્કના કામો ઝડપથી કરી શકાય તે માટે વર્લ્ડ બેંક દ્વારા રૂપિયા ૩૦૦૦ કરોડની લોન આપવા બાબતે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. તે બાબતના કામોનું નિરીક્ષણ કરવા વર્લ્ડ બેંક તરફથી મિસ્ટર રોનાલ્ડ વાઇટની આગેવાનીમાં અધિકારીઓની ટીમ અમદાવાદની મુલાકાતે આવેલ છે.
તેથી અમદાવાદ મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા લોનની મંજુરી આપવા બાબત વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ મિસ્ટર ડેવિડ આર માલપાસ તથા અમદાવાદની મુલાકાતે આવનાર અધિકારી મિસ્ટર રોનાલ્ડ વાઇટને ઈમેલ લખી આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને મ્યુનિસિપલ વિપક્ષનેતાની રૂએ અમદાવાદના વિકાસના કામોમાં સહભાગી થવા મહત્વના સૂચનો આપવા મુલાકાત માટે સમય માંગવામાં આવ્યો છે.
વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ દ્વારા લખવામાં આવેલ ઈમેઈલ નીચે મુજબ છે વર્લ્ડ બેંક પ્રમુખ મિસ્ટર ડેવિડ આર માલપસ તથા અમદાવાદની મુલાકાતે આવનાર રોનાલ્ડ વાઇટ વર્લ્ડ બેંક ટીમનું ઐતિહાસિક અમદાવાદ શહેરમાં હાર્દિક સ્વાગત છે. તથા અમદાવાદ શહેરના વિકાસ માટે વિપક્ષ નેતાની રૂએ જરૂરી મહત્વના સૂચનો આપવા મુલાકાત માટે સમય આપવા બાબતઐતિહાસિક અમદાવાદ શહેરમાં વર્લ્ડ બેંક ટીમનું અભિવાદન સાથે હાર્દિક સ્વાગત છે. અને સાથે સાથે વર્લ્ડ બેંક ટીમ તથા રૂપિયા 3000 કરોડ ની લોન લેવામાં મંજૂરી આપવા બાબત શીર્ષ નેતાગણ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.
આ મુલાકાત દરમિયાન બદલાયેલા સમયે અને રોજબરોજ ટેકનોલોજીમાં થતા અપગ્રેડેશન નો લાભ આ શહેરમાં વસવાટ કરી રહેલા ૭૦ લાખથી પણ વધુ લોકોને મળે તે માટે હું મારા પક્ષ તરફથી કેટલાક મહત્વના અને ઉપયોગી સૂચન આપની ટીમ સમક્ષ મુકવા માગું છું આશા છે કે આ સમયે મ્યુનિસિપલ કોંગ્રેસ વિપક્ષ નેતા તરીકે આપણી ટીમને મળી આ શહેરના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવા માટે મને મળવાનો સમય આપના માટે અનુકૂળ હોય તેવા સમયે અને સ્થળે આપવામાં આવે તેવી મારી લાગણી છે.
અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના સૂચનો આ મુજબ છે.
હેરીટેજનો વારસો જાળવો :- અમદાવાદ શહેરને હેરિટેજ શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ એક ઐતિહાસિક વારસાની જાળવણી થાય તે માટે વોલ સિટી હેરિટેજ કન્ઝર્વેશન પ્લાન ઝડપથી તૈયાર કરી પેલું અમલીકરણ કરવામાં આવે
એર પોલ્યુશન :- અમદાવાદ શહેરમાં એર પોલ્યુશનને નિયંત્રિત કરવા ચોક્કસ પોલીસી બનાવી વધુને વધુ સંખ્યામાં ટુ વ્હીલર ફોરવીલર ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગ થાય તે નો તાકીદે અમલ કરાવવો 15 વર્ષ કે તેથી વધુનો સમય થઈ ગયેલા તમામ વાહનોને કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલીસી અંતર્ગત તાકીદે સ્ક્રેપ કરવા
ટ્રાફિક :- અમદાવાદ શહેરનો વિસ્તાર વધતા અમદાવાદને આજે કોઈ ચોક્કસ હદ રહી નથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હજારો વાહનો અવર-જવર કરતાં હોય છે જે વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય ત્યાં ટ્રાફિક સિગ્નલ અપગ્રેડ કરવા રોડ કપાત જરૂરી હોય ત્યાં રોડ કપાત કરવી તેમજ ટ્રાફિકના નિયમોનું વાહનચાલકો ચુસ્તપણે પાલન કરે તે અમલ કરવું
હેલ્થ સેક્ટર :- કોરોનાની વિશ્વ મહામારીમાં સમગ્ર વિશ્વમાં આરોગ્યલક્ષી કામગીરી ને લઈ ખૂબ સારી કામગીરી કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયત્નોને કારણે અમદાવાદમાં કોરોનાને નાથવામાં સફળતા મેળવી કોંગ્રેસ પક્ષ તરફથી અમદાવાદમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિ માટે વધુ લોકોને ઉપયોગી થાય તેવી આરોગ્યલક્ષી સેવાઓ સ્થાપિત કરવા એક આયોજન બંધ કાર્યક્રમ ઘડી તેનું તાકીદે અમલ કરવા સૂચન છે.
ચંડોળા તળાવ ડેવલપમેન્ટ : - ગુજરાતના સૌથી મોટા ઐતિહાસિક તથા નૈસર્ગિક તળાવ ચંડોળા ને પણ કાંકરિયા તળાવની જેમ ડેવલપ કરવામાં આવે અને તેની આસપાસ વસનારા 5500 પરિવારોને ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો આપવામાં આવે
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર