અમદાવાદઃ નદીમાં ગણેશ વિસર્જન નહીં થાય, રિવરફ્રન્ટ પર કૃત્રિમ કુંડ ઊભા કરાશે

News18 Gujarati
Updated: August 26, 2019, 4:17 PM IST
અમદાવાદઃ નદીમાં ગણેશ વિસર્જન નહીં થાય, રિવરફ્રન્ટ પર કૃત્રિમ કુંડ ઊભા કરાશે
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જનને લઇ મહત્વનો નિર્ણય કરાયો છે. હવે અમદાવાદીઓ ગણેશ વિસર્જન કૃત્રિમ કુંડમાં જ ફરજીયાત કરવું પડશે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદઃ ગણેશ મહોત્સવ અમદાવાદીઓ ધામધુમક પૂર્વક ઉજવણી કરે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જનને લઇ મહત્વનો નિર્ણય કરાયો છે.  હવે અમદાવાદીઓ ગણેશ વિસર્જન કૃત્રિમ કુંડમાં જ ફરજીયાત કરવું પડશે. દર વર્ષે મોટી મુર્તીઓ માટે મુકાતી ક્રેઇન સેવા હવે એએમસી નહીં આપે. અને ફરજિયાત પણે મુર્તીઓ કૃત્રિમ કુંડમાં જ પધરાવાની રહેશે.

ગણેશ મહોત્સવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ વિસર્જન કુંડમાં કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. નદી કે તળાવમાં આ વખતે મૂર્તિનું વિસર્જન નહી કરવામાં આવે. મ્યુનિ.તંત્ર દ્વારા શહેરમાં કુલ 32 ગણેશ વિસર્જન કુંડ બનાવશે. જેમાં 8 મહાકાય કુંડો હશે. જે 65 ફૂટ લાંબા અને પહોળા તેમજ 8 ફૂટ ઉંડા રખાયા છે. જેમાં મૂર્તિના વિસર્જન માટે 15 ક્રેઇનની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. પરંતુ સાત બ્રિજ પર દર વર્ષે જે મોટી મુર્તીઓ માટે ક્રેઇન વ્યવસ્થા કરાઇ હતી.. તે હવે નહિ આપવામાં આવશે. અને ગણેશભક્તોની પોતાની મુર્તિ કુંડમાં પધરામણી કરવી પડશે.

આ અંગે ન્યુઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે, કહ્યુ હતુ, કે સાબમરતી નદી પ્રદુષિત ન થાય તે માટે એએમસી તંત્ર દ્વાર આ નિર્ણય લેવાયો છે. બ્રિજ પર થી એક પણ મોટી મુર્તી નદીમાં વિસર્જન કરવામાં નહી આવે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ અને એએમસીના સંયુક્ત સંકલન કરી આયોજન કરાયું છે. ઝોન પ્રમાણે ડેપ્યુટી કમિશનર રોડ પર રહેલા પડલાોની માત્ર મજુરી આપશે. અને ત્યાર બાદની પરવાનગી પોલીસ વિભાગ પાસે લેવાની રહેશે. સાબરમતી નદીની પવિત્રતા જાળવા માટે ગણેશજીનું વિસર્જન ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવામાં આવી છે.. ગત વર્ષે 27 થી વધુ કુંડ બનાવ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે તેના કરતા પણ વધુ કૃત્રિમ કુંડ બનાવાશે. ગણેશ પડાલ આયોજકોને અપીલ કરી રહ્યા છીએ કે, ગણેશની મુર્તિઓ મોટો કૃત્રિમ કુંડમાં પધરામણી કરે નહી કે સાબરમતી નદીમાં.

ગણેશ મહોત્સવ આયોજકના ઉત્સાહ માટે એએમસી દ્વારા ઇનામ પણ આપવામાં આવશે.. પરંતુ તેમા પણ એક શરત મુકવામાં આવી છે.. કે આયોજક પોતાની મુર્તિ કૃત્રિમ કુંડમાં મુર્તિ પધરાવી ફોટો પાડશે.. તે જ એએમસીની સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

એએમસીના આ નિર્ણયનો આયોજક મંડળોએ આવકાર આપ્યો છે.. રાજગણપતિ પડલાના આયોજક આનંદ જોશીએ એએમસીના નિર્ણયનો આવકરતા કહે છે,, કે એએમસીએ નિયમ તો બનાવ્યો છે.. પણ વ્યવસ્થા કરવાની જવાબદારી પણ તંત્રની છે. તંત્રે યોગ્ય વ્યવસ્થા આપવી જોઇએ,, જો શક્ય બને તો,, દરકે વોર્ડ દિઠ એક કૃત્રિમ કુંડ બનાવા જોઇએ,, જેથી આસ્થા સાથે લોકો પોતાની મુર્તિ વિસર્જન કરી શકે છે. તો સાથે તંત્રએ પીઓપીની મુર્તિઓ પાણીમાં વિસર્જન કરતી રોકવી જોઇએ.

કુંડની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ આયોજક કરે છે. તો બીજી તરફ એએમસી અને પોલીસના સંયુક્ત ઉપક્રમે જ પડાલની મંજૂરી મળશે. પહેલા આયોજકોએ એએમસી એસ્ટેટ વિભાગ પાસે પરવાનગી લેવાની રહેશે. અને ત્યાર બાદ અન્ય તમામ પરવાનગી પોલીસ વિભાગ આપશે. જેમાં પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર જ મજુરી મળશે. ગણેશ વિસર્જન દરમિયાન 160થી પણ વધુ મ્યુનિ.કર્મીઓનો સ્ટાફ તેમાં ફરજ બજાવશે. કુંડોમાં પાણી ભરવા માટે પંપ મૂકાયા છે. જ્યાં તેની વ્યવસ્થા નહીં હોય ત્યાં પાણીના ટેન્કરોથી પાણી ભરાશે. ત્યારે જોવાનું રહે છે, નદી પ્રદુષિત અટકાવાનો આ નિર્ણય કેટલો કારગર નિવડે છે.
First published: August 25, 2019, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading