અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે AMCએ મોન્સૂન પ્લાન ઘડવો પડશે

અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે AMCએ મોન્સૂન પ્લાન ઘડવો પડશે
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની આવી પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર રહેવું પડશેને ચોમાસા પહેલા પ્લાન તૈયાર કરવો પડશે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ચોમાસુ બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે વરસાદમાં કોરોનાના કેસો વધવાની શકયતા છે. કોરોનાની આવી પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર રહેવું પડશેને ચોમાસા પહેલા પ્લાન તૈયાર કરવો પડશે. કોરોનાની આ મહામારી સામે લડવા 25 મુદ્દાઓ સાથે અમદાવાદના સિનીયર ફિઝિશિયન અને કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર ગુજરાત સ્ટેટ બ્રાન્ચ IMAના સેક્રેટરી એ રજુઆત કરી છે.

આમ તો વરસાદની સિઝન નજીક આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રિ મોન્સૂન પ્લાન કરતું હોય છે. પણ દર વખતે કરતા આ વખતે પરિસ્થિતિ જુદી છે. આ વખતે કોરોનાનો કહેર છે અને અમદાવાદના કોરોનાના પોઝિટિવના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે સ્થિતિ એવી આવી ગઈ છે કે કોરોનાના વધતા કેસ ને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રિમોન્સૂન જ નહીં મોન્સૂન પ્લાન પણ ઘડવો પડશે. આગામી જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં જે પરિસ્થિતિ સર્જાય તે માટે તૈયાર રહેવું પડશે.આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 372 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 608 દર્દી ડિસ્ચાર્જ

આ અંગે સિનિયર ફિઝિશિયન અને કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર ગુજરાત સ્ટેટ બ્રાન્ચ IMAના સેક્રેટરી ડો. વસંત પટેલ જણાવે છે કે કોરોનાને લઈ અમદાવાદમાં સ્થિતિ બગડી રહી છે જેથી આ ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ માં FORCEની રચના કરવા રજુઆત કરી છે. FORCE એટલે કે (front liner organization for rehabilitation and community education) જે માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને દરેક ઝોનમાં અને દરેક વિભાગમાં ફોર્સની રચના કરવા અને આ ફોર્સમાં પ્રાઇવેટ ડોકટર્સને જોડવા, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ દ્વારા લોકોને એજ્યુકેટેડ કરવા સહિતના અલગ અલગ 25 મુદ્દાઓ સાથે રજુઆત કરી છે.

આ અંગે ડો. વસંત પટેલે જણાવ્યું કે કોરોના અને વરસાદ ને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારે પ્લાન બનાવવો પડશે જેથી કોરોના ને કંટ્રોલ કરી શકીએ. તેમજ શહેરમાં પાણી ભરવાના પ્રિ મોન્સૂન પ્લાન કરતા કોરોના સામે લડવાની અતિ મહત્વનો મોન્સૂન એક્શન પ્લાન બનાવવો જોઇએ. મહત્વનું છે કે જે રીતે કોરોના ને લઈ કેસ વધી રહ્યા છે જેને કન્ટ્રોલ કરવાના પ્રયાસો તો તંત્ર કરી રહ્યું છે પણ આગામી દિવસોમાં પરિસ્થિતિ વણસે તો તે માટે સાવધાન રહેવું પણ એટલું જ જરૂરી છે.
Published by:News18 Gujarati
First published:May 29, 2020, 23:26 pm

ટૉપ ન્યૂઝ