અમદાવાદ : આ 11 ફ્લાઇટમાં આવેલા 11 લોકો કોરોના પોઝિટિવ હતા, ચેક કરી લો લિસ્ટ

News18 Gujarati
Updated: March 26, 2020, 11:19 AM IST
અમદાવાદ : આ 11 ફ્લાઇટમાં આવેલા 11 લોકો કોરોના પોઝિટિવ હતા, ચેક કરી લો લિસ્ટ
અમદાવાદ એરપોર્ટ

'જો આ ફ્લાઇટમાં તમારા પરિવાર કે મિત્ર કોઇપણ આમાં આવ્યું હોય અને હજી હોમ ક્વોરેન્ટાઇન ન થયા હોય તો 104 અથવા 15503 પર ફોન કરીને જાણ કરવી.'

  • Share this:
અમદાવાદ : વિશ્વ સહિત રાજ્યમાં કોરોના વાયરસનો કેર વ્યાપી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાને કારણે બે લોકોનાં મોત નીપજ્યાં છે. આ મહામારી સામે સરકાર અને સ્થાનિક તંત્ર એનેક રીતે લડી રહ્યું છે. ત્યારે 11 ફ્લાઇટનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમા કહેવામાં આવ્યું છે કે, જો આ ફ્લાઇટમાં તમારા પરિવાર કે મિત્ર કોઇપણ આમાં આવ્યું હોય અને હજી હોમ ક્વોરેન્ટાઇન ન થયા હોય તો 104 અથવા 15503 પર ફોન કરીને જાણ કરવી.

AMCના અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદના 12 પોઝિટિવમાંથી 11 કેસોમાં ફ્લાઈટમાં આવેલા પેસેન્જરો જે અમદાવાદના તેઓને અમે ક્વોરેન્ટાઇન કરી દીધા છે. પરંતુ અમદાવાદ ઉતરી અન્ય શહેરમાં ગયા હોય અને ક્વોરોન્ટાઇન ન થયા હોય તો અમને જાણ કરે તેમજ સેલ્ફ ક્વોરોન્ટાઇન થઈ જાય.મહત્વનું છે કે, આ 11 ફ્લાઇટમાં આવેલા પેસેન્જરને લઇ જતા એક કેબ ડ્રાઇવરને પણ ઇન્ફેક્શન લાગ્યું હતું. જેના કારણે તે પણ પોઝિટીવ થયો હતો. જેથી આ 11 ફ્લાઇટમાં આવેલા મુસાફરો જે કોઇના પણ સંપર્કમાં આવ્યા હોય તે બધાને પણ સંક્રમણ થવાની શક્યતા છે. કોરોનાને કારણે ગુજરાતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે જે ચિંતાનો વિષય છે.આ પણ વાંચો : વડોદરામાં વધુ એક દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ, થોડા દિવસ પહેલા જ યુકેથી આવ્યા હતા

ગાંધીનગર અને વડોદરાનો આખો પરિવાર કોરોનાનો શિકાર બન્યો છે

ગાંધીનગરમાં એક જ પરિવારના 6 લોકો જ્યારે વડોદરામાં એક પરિવારના 5 લોકોને કોરોનો વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બન્ને કેસમાં સામાન્ય બાબત એ છે કે પરિવારમાંથી એક વ્યક્તિ વિદેશથી આવી અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના અન્ય સભ્યોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા. ગાંધીનગરમાં યુવાન 17 માર્ચે દુબઇથી જ્યારે વડોદરાના બિલ્ડર 14 માર્ચે શ્રીલંકાથી આવ્યા હતા.
First published: March 26, 2020, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading