દિવાળી પહેલા AMCનો મોટો નિર્ણય: ડોમ પર કોરોના ટેસ્ટ બંધ, લક્ષણો હશે તો જ થશે ટેસ્ટ

દિવાળી પહેલા AMCનો મોટો નિર્ણય: ડોમ પર કોરોના ટેસ્ટ બંધ, લક્ષણો હશે તો જ થશે ટેસ્ટ
ફાઇલ તસવીર

શહેરના નાગરિકો મફતમાં જ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે શહેરમાં કોર્પોરેશન તરફથી ઠેર ઠેર તંબુ બાંધીને હેલ્થ વિભાગની ટીમ તહેનાત કરવામાં આવી છે.

 • Share this:
  અમદાવાદ: દિવાળી પહેલા અને શિયાળાની શરૂઆત સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) તરફથી શહેરના 46 વોર્ડમાં વિના મૂલ્યે કરવામાં આવતા કોરોના ટેસ્ટની પોલીસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરના નાગરિકો મફતમાં જ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે શહેરમાં કોર્પોરેશન તરફથી ઠેર ઠેર તંબુ બાંધીને હેલ્થ વિભાગની ટીમ તહેનાત કરવામાં આવી છે. આ ટેન્ટ ખાતે કોઈ પણ નાગરિક પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે છે. જોકે, હવે આ માટેની અમુક શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  લક્ષણો હશે તો જ ટેસ્ટ થશે  કોર્પોરેશન તરફથી શહેરના 46 વોર્ડમાં ઊભા કરવામાં આવેલા ટેન્ટ્સમાં હવે કોરોનાના લક્ષણો હશે તેવા જ લોકોનો ટેસ્ટ થશે. આ માટે ટેન્ટ્સ પર સૂચના મૂકી દેવામાં આવી છે કે જો કોઈના શરીરનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી વધારે હશે એટલે કે તાવ જેવા લક્ષણો હશે તો જ ટેસ્ટ કરવામાં આવશે.  પહેલા કેવી વ્યવસ્થા હતી?

  નવા આદેશ પહેલા એએમસી તરફથી વિવિધ વિસ્તારોમાં ઊભા કરવામાં આવેલા સેન્ટર પરથી વિના મૂલ્યે કોઈ પણ વ્યક્તિ ટેસ્ટ કરાવી શકતો હતો. દરરોજ એક સેન્ટર પર આવા 100 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા. આ માટે કોઈ નિયમ બનાવવામાં આવ્યા ન હતા. જેમને શંકા હોય તેવા લોકો પણ ટેસ્ટ કરાવી શકતા હતા. આ ઉપરાંત જે લોકો કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, કોઈના પરિવારમાં પોઝિટિવ કેસ આવ્યો હોય તો તેમના પરિવારજનો પણ ટેસ્ટ કરાવી શકતા હતા. હવે એન્ટીજન કીટથી વિના મૂલ્યે ટેસ્ટ માટે કોરોનાના લક્ષણો હોય તે જરૂરી છે.

  આ પણ જુઓ-

  આવું કરવા પાછળનો એક તર્ક એવો પણ છે કે શિળાયાની શરૂઆત થતા લોકો સામાન્ય શરદી અને ઉધરસના કેસમાં પણ કોરોના ટેસ્ટ કરવા માટે પહોંચી જાય છે. આ ઉપરાંત છેલ્લા થોડા દિવસોથી એટલે કે તહેવારોના દિવસોમાં આવા સેન્ટરો પર ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળતી હતી. લોકો બિનજરૂરી ટેસ્ટ ન કરાવે અને જેમને ખરેખર કોરોનાના લક્ષણો છે તેવા લોકોને લાભ મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવી શક્યો હોય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 11, 2020, 17:00 pm

  टॉप स्टोरीज