અમદાવાદીઓ સાવધાન! પોલીસનો ફોન આવે તો ગભરાશો નહી કારણે corona vaccine બીજો ડોઝ માટે આવશે call
અમદાવાદીઓ સાવધાન! પોલીસનો ફોન આવે તો ગભરાશો નહી કારણે corona vaccine બીજો ડોઝ માટે આવશે call
ફાઈલ તસવીર
Ahmedabad latest news:કોરોના સામે લડવા એક માત્ર ઇલાજ કોરોના વેક્સિનેશન (coronavirus vaccine) છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોના વેક્સિન વધુ ઝડપી બનાવવા માટે પોલીસ (police) મદદ લીધી છે.
Ahmedabad: અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે (corona case in Ahmedabad) અમદાવાદ મહાનગર પાલિકાએ મહત્વપૂર્ણ (Amdavad municipal corporation) નિર્ણય કરાયો છે. શહેરમાં કોરોના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના કેસ ચાર ડિઝીટમાં આંકડાઓ પાર કરી ચુક્યા છે . ત્યારે કોરોના સામે લડવા એક માત્ર ઇલાજ કોરોના વેક્સિનેશન (coronavirus vaccine) છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોના વેક્સિન વધુ ઝડપી બનાવવા માટે પોલીસ મદદ લીધી છે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોના વેકિસનનો બીજો ડોઝ ન લેનાર વ્યક્તિઓને હવે પોલીસ ફોન કરી વેકિસન ડોઝ લેવા સમજાવી રહ્યા છે . અત્યાર સુધી એએસમી વિભાગ તરફથી ફોન કરી અને મેસેજ માધ્યમથી બીજા ડોઝ અંગે સતત રીમાન્ડ કરવામાં આવતું હતુ. પરંતુ તેમ છતા હજુ અનેક લોકો બીજો ડોઝ સમય થયો હોવા છતા લેતા નથી ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ પોલીસ મદદ લેવાનું નક્કી કર્યું છે.
મહાનગર પાલિકી આરોગ્ય વિભાગે બીજો ડોઝ બાકી હોય તેવા વ્યક્તિઓનું લિસ્ટ પોલીસને સોપવામા આવ્યું છે . શહેરના સાત ઝોનમાં આવેલા પોલીસ સ્ટેશન વિભાગ વિસ્તાર વાઇઝ લિસ્ટ સોપાયુ છે. પોલીસ સ્ટેશનમાંથી ફોન કરી જે તે વ્યક્તિ વેકિસન ડોઝ લેવા વિનંતી કરવામાં આવી રહી છે.
અમદાવાદ મહાનગર પાલિકાના મેડિકલ હેલ્થ ઓફિસર ડો ભાવીન સોલંકી જણાવ્યુ હતુ કે શહેરમાં પ્રથમ ડોઝની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઇ છે . બીજો ડોઝ હાલ ૭૩ ટકા થી વધુ લોકોએ લઇ લીધો છે. પરંતુ બીજો ડોઝ મેળવાનો સમય થયો છતા પણ ડોઝ લેનાર ૬ લાખ લોકો છે. તેઓ બીજા ડોઝનો સમય થયો હોવા છતા વેકિસન ડોઝ લીધો નથી. એેએમસી દ્વારા 100 ટકા વેકિસન કામગીરી પૂર્ણ થાય તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કુબેરનગર વિસ્તારમાં રહેતા એએમસીના પૂર્વ કર્મચારી પુનમભાઇ પરમાર સરદાર પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો હતો . પુનમભાઇ પરમારે જણાવ્યુ હતુ કે ગઇ કાલે સરદાર પોલીસ સ્ટેશન થી મારા પર ફોન આવ્યો હતો . એક સમય માટે તો હું ચોકી ગયો હતો કે પોલીસ સ્ટેશનમાંથી કેમ ફોન આવ્યો હતો . ત્યારે પોલીસ કર્મચારી વાત કરી હતી કે તમારે વેકિસન બીજો ડોઝ બાકી છે સમય થઇ ગયો છે . ક્યારે લેવા જશો . ત્યારે પોલીસ કર્મચારી મે જણાવ્યુ હતુ કે મારે બન્ને ડોઝ લેવાઇ ગયા છે પરંતુ મારા પરિવારના અન્ય સભ્ય બીજો ડોઝ બાકી છે.
નોંધનિય છે કે શહેરમાં ફરી એકવાર કોરોના કેસ વધ્યા છે. ત્યારે કોરોના સામા એક માત્ર રામબાણ ઇલાજ કોરોના વેકિસન હોવાનું તબીબો માની રહ્યા છે . તેવામાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વેકિસન અભિયાન વધુ વેગ આપવા માટે અલગ અલગ સ્ક્રિમ પણ લોન્ચ કરવામાં આવી હતી. તેમ છતા પણ હજુ ૬ લાખ લોકો વેકિસનના બીજો ડોઝ સમય હોવા છતા કોઇ કારણ સર લઇ રહ્યા નથી. ત્યારે મહાનગર પાલિકાએ પોલીસની મદદ લેવી પડી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર