પાર્કિંગ બાબતે AMCનો સપાટો, પશ્ચિમ વિસ્તારના 12 બિલ્ડિંગના 43 યુનિટ સીલ કરી દીધા


Updated: February 1, 2020, 10:07 AM IST
પાર્કિંગ બાબતે AMCનો સપાટો, પશ્ચિમ વિસ્તારના 12 બિલ્ડિંગના 43 યુનિટ સીલ કરી દીધા
પાર્કિંગ બાબતે એએમસીનો સપાટો.

મોડી રાતે પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરા, પાલડી અને વાસણામાં રાતોરાત કાર્યવાહી કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ : પાર્કિંગની જગ્યાએ ગેરકાયદે બાંધકામ કરી દેનારા કોમ્પલેક્ષ અને હોટલો સામે મ્યુનિસિપલ કોપોર્રેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સપાટો બોલવાયો છે. મોડી રાતે પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરા, પાલડી અને વાસણામાં રાતોરાત કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદના નવરપુરા વિસ્તારમાં સતદલ કોમ્પલેક્ષની 7 દુકાનો, વિશાલ કોમ્પલેક્ષની 7 દુકાનો,  પુર્ણેન્શવર કોમ્પલેક્ષ 7 દુકાનો, શાંતિ ચેમ્બરનું એવરેસ્ટ સર્વિસ, સિધ્ધાર્થ કોમ્પલેક્ષની 8 દુકાનો, માંગલ્ય હાઉસની 4 દુકાનો, ચાણ્કય બિલ્ડિંગની 2 દુકાન, નારણપુરાના અભિરથ કોમ્પલેક્ષની 3 દુકાન, વાસણાનું સ્વામિનારાયણ શોપિંગ સેન્ટર, પાલડીનું મેડિકલ માર્કેટ, ઈસ્કોન સ્કેવર તથા દેવ દર્પણ કોમ્પલેક્ષને સીલ કરી દેવામાં આવ્યું છે.

30 જાન્યુઆરીએ 22 કોમ્પલેક્ષમાં 180 દુકાનો સીલ

કોમ્પલેક્ષની મંજૂર થયેલ પાર્કિંગની જગ્યામાં પાર્કિંગ ન થાય તે રીતે બાંધકામ કરનાર તેમજ ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરનારી મિલકતો અને દુકાનોને કોર્પોરેશન દ્વારા વારંવાર સૂચના અને નોટિસ આપવા છતાં કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. છેલ્લાં 2 દિવસમાં કુલ 223 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.30મી જાન્યુઆરીનાં રોડ નવા વાડજ, વાસણા, પાલડી, સીજી રોડ પર આવેલી 22 બિલ્ડિંગના 180 દુકાનોને સીલ મારી દીધું છે. નવરંગપુરામાં આવેલી દેવ આદિ હોટલ, ડેકેથોન, નવાવાડજમાં આવેલો મંગલમ શો રૂમ, હોટલ આશ્રય ઇન અને યુનિવર્સિટી રોડ પર આવેલા યુનિવર્સિટી પ્લાઝા કોમ્પલેક્ષમાં 71 દુકાનને સીલ કરી દીધી હતી. 

અડચણરૂપ પાર્કિંગ કરાવનાર કોમ્પલેક્ષ, હોટલો અને દુકાનો સામે કાર્યવાહી

ડેપ્યુટી TDO ચૈતન્ય શાહના કહેવા પ્રમાણે કોમ્પલેક્ષ અને હોટલોમાં મંજૂર થયેલી પાર્કિંગની જગ્યામાં બાંધકામ, પાર્કિંગ બંધ, પાર્કિંગ હોવા છતાં બહાર પાર્કિંગ અને ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરાવનાર કોમ્પલેક્ષ, હોટલો અને દુકાનો સામે કાર્યવાહી કરી સીલ મારવામાં આવ્યું છે. જ્યારે તેઓ પાર્કિંગની જગ્યાનું બાંધકામ દૂર કરી દેશે, પાર્કિંગ ખુલ્લુ કરી ટ્રાફિક ન થાય તેમ પાર્કિંગ કરાવશે ત્યારબાદ જ સીલ ખોલવામાં આવશે.
First published: February 1, 2020, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading