બોપલવાસીઓને મોટી રાહત, AMCએ ડમ્પિગ સાઈટ હટાવવાનું શરૂકર્યુ, માથું ફાટી જાય એવી દુર્ગંધથી મળશે છુટકારો

News18 Gujarati
Updated: August 5, 2020, 7:06 PM IST
બોપલવાસીઓને મોટી રાહત, AMCએ ડમ્પિગ સાઈટ હટાવવાનું શરૂકર્યુ, માથું ફાટી જાય એવી દુર્ગંધથી મળશે છુટકારો
બોપલ ડમ્પીંગસાઇટ વપર ચાલી રહેલી કામગીરીની તસવીર

ડમ્પ સાઇટનો અદ્યતન બાયોમાઈનીંગ પધ્ધતિથી નિકાલ કરવા અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની પ્રોજેક્ટ સાઈટનો શુભારંભ

  • Share this:

પંકજ શર્મા, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોપલ-ઘુમા નગરપાલિકાનો સમાવેશ થયા બાદ સૌથી મોટુ અને વણઉકેલાયેલું કામ હવે હાથ પર લીધુ છે..બોપલમાં ઈસરોને અડીને આવેલ ડમ્પિગ સાઈટ આખરે હટાવવાનુ કાર્ય શરુ થઈ ગયુ છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદના મેયર બિજલબેન પટેલના હસ્તે અદ્યતન બાયોમાઈનીંગ પદ્ધતિથી નિકાલ કરવા માટેની કામગીરીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ અને હેલ્થ અને સો.વે.મે.કમિટી ચેરમેન પરેશ પટેલ અને અન્ય મહાનુભાવો તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બોપલ-ઘુમા નગરપાલિકાની ડમ્પ સાઈટનાં નિકાલ માટેની આ કામગીરી પિરાણા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ પ્રોજેક્ટની પધ્ધતિ મુજબ જ કરવામાં આવી રહ્યુ છે.માથુ ફાટી જાય તેવી દુર્ગંધથી ત્રસ્ત હતા રહિશો, ન્યુઝ18 ગુજરાતીએ બતાવ્યો હતો અહેવાલ


ન્યુઝ18 ગુજરાતીએ 29 જૂનના રોજ ડમ્પિગ સાઈટની સમસ્યા અને આસપાસ આવેલ 50થી વધુ સોસાયટીના લોકોની અવાજ તંત્રના કાન સુધી પહોંચાડી હતી.જેના પગલે કોર્પોરેશન દ્વારા બાયોમાઈનીંગ પદ્ધતિથી નિકાલ કરવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો.મહત્વનુ છે કે અગાઉ નગરપાલિકા હતી ત્યારે પણ પિરાણા જેવી ડમ્પિગ સાઈટ ઉભી થઈ હતી. 9 જૂન સુધી આ કચરાના ઢગલાને હટાવવા અગાઉ બોપલ પાલિકાએ પણ પ્રયાસ કર્યા હતા. જોકે બોપલ-ઘુમા વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયા પછી ફરીથી કચરાનો ઢગલો ઉભો થતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.

આ કચરાના ઢગલાને અડીને જ ઈસરોનું કેન્દ્ર આવેલુ છે.અને ડીપીએસ સ્કુલમાં પણ વાલીઓને જતી વખતે ગંદકી અને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.અગાઉ ઔડા અને પાલિકાની વચ્ચે આ મુદ્દે જગ્યાને લઈને વિવાદ હતો.પણ હવે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં બોપલ-ઘુમાના સમાવેશ બાદ બોપલવાસીઓની માંગણી હતી કે કોર્પોરેશન ત્વરિત ધોરણે વર્ષોની પડતર સમસ્યાનો ઉકેલ લાવે.
ડમ્પિગ સાઈટ હટે તે માટે સતત પ્રયાસો રહ્યા - ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય, ઘાટલોડિયા


બોપલ ડમ્પિગ સાઈટ અંગે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ કે બોપલ વિસ્તાર ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં આવતો હોવાથી મને ઈસરો તરફથી પણ અગાઉ રજૂઆત મળી હતી તેમજ સ્થાનિકો લોકો અને નજીકમાં આવેલી શાળા દ્વારા ડમ્પિગ સાઈટ હટાવવામાં આવે તેવી માંગણી હતી.જેથી બોપલ વિસ્તાર કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયા પછી તુરંત કાર્યવાહી થાય તે માટે મે પણ સતત પ્રયાસો કર્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્વરિત ધોરણે જે કામગીરી કરી ડમ્પિગ સાઈટ હટાવવા કાર્યવાહી કરી છે તેનાથી બોપલ-ઘુમાના હજારો લોકોને મોટી રાહત મળવાની છે..

Published by: Jay Mishra
First published: August 5, 2020, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading