Home /News /madhya-gujarat /

અમદાવાદ: Smart City હવે 'થીગડાં નગરી', શહેરમાં ડામરના 10 હજારથી વધુ થીગડાં લાગ્યાં

અમદાવાદ: Smart City હવે 'થીગડાં નગરી', શહેરમાં ડામરના 10 હજારથી વધુ થીગડાં લાગ્યાં

AMCએ ખાડા પુરવાનું કામ શરૂ કર્યું.

Ahmedabad news: એએમસી સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ (AMC standing committee Chairman Hitesh Barot) જણાવ્યુ હતુ કે શહેરમાં ૧૦,૮૯૯ ખાડા પડ્યા છે .

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ (Rain) પડે તો પણ શહેરના રોડ રસ્તાઓનું ધોવાણ અને ખાડા પડવા હવે સામાન્ય થઇ ગયું છે. શહેરમાં ગત પડેલા વરસાદના પગલે એએમસી (Ahmedabad municipal corporation) તરફથી 10 હજારથી વધુ ખાડાઓ પુરાણ કરી તેના પર ડામરના થીગડાં મારવામાં આવ્યો હોવાનો સ્વીકાર ખુદ એએમસી તરફથી કરવામાં આવ્યો છે. AMCના કહેવા પ્રમાણે શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં જ બે હજાર ખાડાઓમાં પુરાણ કરવામાં આવ્યું છે.

આ મામલે એએમસી સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ (AMC standing committee Chairman Hitesh Barot) જણાવ્યુ હતુ કે શહેરમાં ૧૦,૮૯૯ ખાડા પડ્યા છે. તેમજ રસ્તા/ રોડના ધોવાણ થયા છે. એએમસી ઇજનેર વિભાગ દ્વારા શહેરમાં પેચ વર્ક અથવા ખાડામાં પુરાણ કરી ડામર પાથરવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં જ બે હજારથી વધુ ખાડા પુરાણ કરી પેચ વર્ક કર્યું છે. હજુ ૨૮૮ ખાડા પેચ વર્ક બાકી રહી ગયા છે. જે કામ એક બે દિવસમાં પૂર્ણ કરવા સૂચના આપી દેવામાં આવી છે.



આ મામલે પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ સત્તા પક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપના સાશનમાં પહેલા અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી બન્યું, ખાડા નગરી બન્યું, ભૂવા નગરી બન્યું. હવે અમદાવાદ શહેર 'થીગડાં નગરી' બની રહ્યું છે. એએમસી સત્તાધીશોની અણ-આવડતના પગલે શહેરમાં રસ્તાઓ યોગ્ય કામ થતા નથી. માત્ર ભાજપના માનિતા કોન્ટ્રાક્ટર લાભ આપવા ટેન્ડર બહાર પાડ્યા છે. હલકી ગુણવતાની સામગ્ર વાપરી રસ્તાઓ બનાવામાં આવે છે. આથી શહેરમાં સામાન્ય વરસાદ પડે અને એએમસીનો ડામરનો ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે શહેરમાં દર વર્ષે રસ્તાઓ ધોવાઈ જતા હોય છે અનેખાડા પડતા હોય છે. આ વર્ષે ચાલુ સિઝનમાં 10,899 ખાડા પડ્યાનું સામે આવ્યું છે. જેમાં વરસાદ બંધ પડતા AMC દ્વારા ખાડા પુરવાનું શરૂ કરાયુ છે.

શહેરમાં રોગચાળો વકર્યો

બીજી તરફ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. કોરોના વાયરસ બાદ અમદાવાદ મહાનગર પાલિકા માટે આજે વધુ એક ચેલેન્જ રોગચાળો થઇ છે. શહેરમાં વરસાદી સિઝન દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. જેના પગલે એએમસી તરફથી શહેરના સાત ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું છે.



અમદાવાદ મહાનગર પાલિકાના હેલ્થ વિભાગ હસ્તક મેલેરિયા વિભાગ દ્વારા હાલ ચોમાસાની સિઝનને ધ્યાને રાખી મચ્છરજન્ય રોગચાળાના અટકાયતી પગલના કારણે શહેરમાં અલગ અલગ એકમો અને સંસ્થાઓની સઘન ઝુંબેશ રૂપ મચ્છરજન્ય બ્રિડીગ અંગેની ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. મેલેરિયા વિભાગ દ્વારા શહેરમાં આવેલ કોર્મિશિયલ એકમ ચેકિંગ હાથ ધરાયું હતું. સદર ચેકિંગ દરમિયાન કુલ 511 કન્ટ્રક્શન સાઇટ ચેક કરી જેમા 348 એકમને નોટિસ બજાવવામાં આવી છે. આ દરમિયાન કુલ 6 લાખ 69 હજાર વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, એએમસી`, વરસાદ

આગામી સમાચાર