BRTS કોરિડોરમાં AMCની મેગા ડ્રાઇવ, ફૂટપાથ પર રહેલા દબાણો દૂર કરાયા


Updated: December 6, 2019, 3:33 PM IST
BRTS કોરિડોરમાં AMCની મેગા ડ્રાઇવ, ફૂટપાથ પર રહેલા દબાણો દૂર કરાયા
AMCની કાર્યવાહી.

શહેરના સાત ઝોનમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશ બાદ મેગા ડ્રાઇવ શરૂ કરાઇ હતી.

  • Share this:
અમદાવાદ : શહેરમાં બે સગાભાઇનાં બીઆરટીએસની બસની ટક્કરથી થયેલા મોત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. તંત્ર તરફથી શહેરના બીઆરટીએસ કોરિડોરની આસપાસ રહેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.

શહેરના સાત ઝોનમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશ બાદ મેગા ડ્રાઇવ શરૂ કરાઇ હતી. ન્યૂઝ18 ગુજરાતી સાથે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રાહુલ શર્માએ વાત કરતા કહ્યુ હતુ કે, "કમિશનર સાહેબની સૂચના બાદ શહેરના સાત ઝોનમાં મેગા ડ્રાઇવ ચાલી રહી છે. શહેરનામાં જે રસ્તા પર બીઆરટીએસ કોરિડોર પસાર થઇ રહ્યો છે તેની આસપાસ જે પણ ગેરકાયદે દબાણો હશે તે દૂર કરાશે."

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, "બીઆરટીએસ કોરિડોર સમાન ફૂટપાથ પર રહેલા વ્હીકલ કે દબાણો દૂર કરવાની કામગીરી પણ થઇ રહી છે. કારણ કે ફૂટપાથ પાર્કિગ માટે નહીં પરંતુ સામાન્ય લોકોને ચાલવા માટે છે."



આ ઉપરાંત જેટ ટીમ દ્વારા પણ ટ્રાફિક અડચણ અંગે વાહન ચાલકો પાસે દંડ વસૂલાયો હતો. મહત્વપૂર્ણ છે કે બીઆરટીએસમાં વધી રહેલા અકસ્માત બાદ એએમસી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જો આ કામગીરી પહેલા કરી હોત તો કદાચ અનેક જીવ બચાવી શક્યા હોય અને અનેક લોકોને ઈજાગ્રસ્ત થતાં અટકાવી શકાય હોત.

ગત મહિને થયેલો અકસ્માત
ઉલ્લેખનીય છે કે ગત મહિના પાંજરાપોળ ખાતે બેફામ દોડી રહેલી બીઆરટીએસની બસની ટક્કરે બે સગાભાઈઓનાં મોત થયા હતા. આ મામલે તપાસ બાદ બીઆરટીએસના ડ્રાઇવરોને તાલિમને લઈને અનેક પગલા સૂચવવામાં આવ્યા હતા. એટલું જ નહીં બીઆરટીએસના કોરિડોરમાં ઘૂસી જતાં સામાન્ય વાહન ચાલકો પાસેથી આકરો દંડ વસૂલવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर