Home /News /madhya-gujarat /

AMC સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત કરી મંજૂર, વાડજ ખાતે બનશે 294 ગરીબ આવાસ

AMC સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત કરી મંજૂર, વાડજ ખાતે બનશે 294 ગરીબ આવાસ

અમદાવાદ# અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વાડજ ખાતે નવા ગરીબ આવાસ બનાવવા માટેની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.

અમદાવાદ# અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વાડજ ખાતે નવા ગરીબ આવાસ બનાવવા માટેની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વાડજ ખાતે નવા ગરીબ આવાસ બનાવવા માટેની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. શહેરના જૂદા જૂદા સ્થળો પર આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 5082 ઇ.ડબ્લ્યુ.એસ આવસ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેના ભાગ રૂપે પૈકેજ ચારમાં કુલ 910 આવાસો બનાવવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઇ હતી.

જેમાં વાડજમાં આવેલી ટીપી નંબર 28 પર કોર્પોરેશન 190 આવસા નિર્માણ કરવા ઇચ્છતી હતી. પરંતુ વાડજ ટીપી 28 પર કોર્ટનો સ્ટે હોવાથી, હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તેની પાસે આવેલા પ્લોટમાં વધુ 84 આવાસ ઉમેરી કુલ 294 ગરીબ આવાસ નિર્માણ કરશે. જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર કરોડ ઉમેરી વધુ 55 કરોડના કામનું ટેન્ડર રિવાઇઝ કરાયુ હતુ.

જેને શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મ્હોર મારી છે. જેને લઇ વિપક્ષ નેતા દિનેશ શર્માએ વિરોધ નોંધાવ્યો હતો અને સત્તા પક્ષ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતુ કે, ભાજપ કોન્ટ્રાક્ટને ફાયદો કરવા માટે જૂના ભાવે ટેન્ડર મંજૂર કર્યુ છે. તો બીજી તરફ સત્તા પક્ષે કોઇ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી તેમ કહી રહ્યાં છે.
First published:

Tags: આક્ષેપ, આવાસ, એએમસી, કોંગ્રેસ, ગરીબ, બેઠક, ભ્રષ્ટાચાર, મંજૂરી, વાડજ, સ્ટેન્ડિંગ કમિટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन