Home /News /madhya-gujarat /AMC સ્ટેન્ડિંગ કમિટીએ 4 હજાર લાખથી વધુના કામોને આપી મંજૂરી, અમદાવાદમાં અનેક વિકાસલક્ષી કામ થશે

AMC સ્ટેન્ડિંગ કમિટીએ 4 હજાર લાખથી વધુના કામોને આપી મંજૂરી, અમદાવાદમાં અનેક વિકાસલક્ષી કામ થશે

ફાઈલ તસવીર

Ahmedabad news: AMC સ્ટેન્ડિંગ કમિટીએ એક સાથે રૂ. ૪૮૬૩ લાખથી વધુના વિકાસ કામોને મંજૂરી આપી 

અમદાવાદ (Ahmedabad) મહાનગર પાલિકા (AMC) સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ જણાવ્યુ હતુ કે, રૂપિયા ૧૫૩૨ લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીના વિકાસલક્ષી કામોને મંજુરી આપવામાં આવી છે . રૂપિયા ૨૭૯૯ લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના વિકાસલક્ષી કામોને મંજુરી આપવામાં આવી છે . રૂપિયા ૫૩૨ લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ કમિટીના વિકાસલક્ષી કામોને મંજુરી આપવામાં આવી છે

રૂપિયા ૬૮ લાખના ખર્ચે ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં નરોડા રેલ્વે ક્રોસીંગ પર સ્ટ્રોમ વોટર પાઇપ લાઇન પુશીંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે,
રૂપિયા ૪૯૬ લાખના ખર્ચે ઉત્તર - દક્ષિણ પશ્ચિમઝોનમાં પાણી વિતરણ કરતા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં સ્ટેન્ડબાય બોરવેલ બનાવવા તેમજ સબમર્સિબલ પંપ સેટ , સ્ટાટર પેનલ , કેબલ તથા યુ - પીવીસી કોલમ પાઈપ સહીતની SITC ની કામગીરીના કામને મંજૂરી આપવામાં આવી છે.

રૂપિયા ૯૧૯ લાખના ખર્ચે પૂર્વ ઝોનના રામોલ - હાથીજણ વોર્ડમાં નવા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં ઓવરહેડ ટાંકી તેમજ ભૂગર્ભ ટાંકી સાથે પંપ હાઉસના કામને મંજૂરી આપવામાં આવી છે .

રૂપિયા ૬૪ લાખના ખર્ચે પશ્ચિમઝોનના પાલડી વોર્ડમાં નરોત્તમ ઝવેરી હોલમાં બનાવવાની થતી કોવિડ હોસ્પિટલના અનુસંધાને કલરકામ સહિતની જરૂરી સીવીલ કામ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે.

રૂપિયા ૪૯ લાખના ખર્ચે પશ્ચિમઝોનના પાલડી વોર્ડમાં વી.એસ. સ્મશાન ગૃહમાં નવી ૦૧ નંગ સી.એન.જી.ભટ્ટી ઉભી કરવા માટે નવો રૂમ બનાવવા તથા હયાત બિલ્ડીંગને રીપેરીંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે.

રૂપિયા ૧૭૪૯ લાખના ખર્ચે પશ્ચિમઝોનના જુદા જુદા વોર્ડના તથા અન્ય વોર્ડના જુદા જુદા રસ્તાઓ રીસરફેસ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા ૩૭૬ લાખના ખર્ચે ઉત્તર - પશ્ચિમઝોનના થલતેજ વોર્ડમાં કોમ્યુનીટી હોલ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે .

આ પણ વાંચો- કમિશનર લોચન સહેરાએ કહ્યું - AMC તમામ સ્થિતિ માટે તૈયાર, 97 ટકા દર્દીઓને સામાન્ય લક્ષણ

રૂપિયા ૨૬૬ લાખના ખર્ચે પૂર્વઝોનના વસ્ત્રાલ વોર્ડમાં રતનપુરા તળાવની ફરતે આવેલ રોડને પેવમેન્ટ કવોલીટી કોંક્રીટ પધ્ધતિથી ડેવલપ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા ૧૩૬ લાખના ખર્ચે પશ્ચિમ ઝોન , દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં રીસરફેસ / માઇક્રો રીસરફેસ કરવામાં આવેલ / આવનાર રસ્તાઓ પર તેમજ જરૂરીયાત મુજબ અન્ય જગ્યાઓ ઉપર થર્મોપ્લાસ્ટીક પેઇન્ટ , કેટ આઇ , એનેમલ પેઇન્ટ તથા સી.આર. બેઝ રોડ માર્કીંગ પેઇન્ટ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad news: સાધન સામગ્રી સાથે ચોરી કરવા આવેલા ત્રણ ઈસમોના પ્લાન પર પોલીસે ફેરવી દીધું પાણી

રૂપિયા ૪૪૦ લાખના ખર્ચે AMC ના જુદા જુદા કુલ ૩૭ તળાવોમાંથી તરતો કચરો / લીલ | વેલ ઘાસ તથા તળાવના ઢાળ ઉપરની બીન જરૂરી વેજીટેશન દુર કરવા વાર્ષિક ધોરણે બે વર્ષ માટે તળાવ સફાઇની જાળવણીની કામગીરી કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, એએમસી`, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો