Home /News /madhya-gujarat /

અમદાવાદ : રખડતા કૂતરાંઓ પાછળ રોજનો એક લાખનો ખર્ચ છતાં રોજ 185 અમદાવાદીને કૂતરાં કરડ્યાં!

અમદાવાદ : રખડતા કૂતરાંઓ પાછળ રોજનો એક લાખનો ખર્ચ છતાં રોજ 185 અમદાવાદીને કૂતરાં કરડ્યાં!

રખડતાં કૂતરાંઓની ફાઇલ તસવીર

મનપા દ્વારા વર્ષે 3 કરોડ 60 લાખ રૂપિયાએ કૂતરાંના ખસીકરણ પાછળ ખર્ચ કરવામાં આવે છે એટલે કે મહિનાનાં 30 લાખ અને દિવસના 1 લાખ રૂપિયાનો માતબર ખર્ચ છતાં પરિણામ ન મળતા સવાલો સર્જાયા

અમદાવાદ : અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં દિન પ્રતિ દિન કૂતરાઓનો આંતક એ વધી રહ્યો છે. શહેરમાં વધી રહેલા કૂતરાંના આંતક ને કાબુમાં લેવા માટે કોર્પોરેશન રોજ 1 લાખ રૂપિયાનો ખર્ચ એ માત્ર કૂતરાંનાં ખસીકરણ પાછળ કરી રહ્યું છે.પરંતુ તેમ છતાં દિવસ દરમ્યાન 185 અમદાવાદી નાગરિકો ને કૂતરાંઓ કરડી રહ્યા છે. અમદાવાદ શહેરમાં દિવસ દરમ્યાન 185 નાગરિકોને કૂતરાં કરડવાનો મામલો એ મ્યૂનિસિપલ કોરોપરેશનો સંકલન સમિતિની બેઠકમાં ઉભો થયો હતો. મ્યૂનિસિપલ કમિશનર સાથે શહેરના સાંસદ સભ્યો અને ધારાસભ્યોની મળેલી બેઠક માં જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ શહેરમાં રખડતા 1 લાખ 80 હજાર કૂતરાઓના ખસીકરણની કામગી પર સવાલ ઉઠાવ્યા હતા.

એક વર્ષમાં 67 હજાર 576 અમદાવાદીઓને કૂતરાં કરડ્યાં!

મ્યૂનિસિપલ કોર્પોરેશ તંત્ર દ્વારા વર્ષે 3 કરોડ 60 લાખ રૂપિયાએ કૂતરાંના ખસીકરણ પાછળ ખર્ચ કરવામાં આવે છે.એટલે કે મહિનાનાં 30 લાખ અને દિવસના 1 લાખ રૂપિયા એ કૂતરાંના ખસીકરણ પાછળ કોર્પોરેશન તંત્ર એ ખર્ચ કરી રહ્યું છે.તેમ છતાં વર્ષે 2019માં જાન્યુઆરી થી ડિસેમ્બર દરમ્યાન 67 હજાર 756 નાગરિકો એ કૂતરાંઓનો ભોગ બન્યા છે.

આ પણ વાંચો : ગાંધીનગર : મોડાસામાં યુવતિની હત્યા મામલે નવો વળાંક, BJP MLA ભરવાડ સમાજના સમર્થનમાં આવ્યા

વર્ષે 3 કરોડ 60 લાખ , મહિને 30 લાખનો ખર્ચ

મ્યૂનિસિપલ કોરોપરેશને યસ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર,એનિમલ હેલ્થ ફાઉન્ડેશન,ગોળ ફાઉન્ડેશન અને પીપલ ફોર એનીલમ નામની ચાર સંસ્થાઓને કૂતરાંના ખસીકરણ કામગીરી સોપવામાં આવી છે.જેને વર્ષે 3 કરોડ 60 લાખ રૂપિયા એટલે કે દર મહિને 30 લાખ રૂપિયા ચુકવામાં આવે છે તેમ છતાં કૂતરાં કરડવાના કેસમાં દિવસે ને દિવસે વધારો થી રહ્યો છે.

સૌથી વધુ ડિસેમ્બરમાં કૂતરાં કરડ્યાં!

વર્ષે 2019 ની વાત કરવાં આવે તો જાન્યુઆરી માસમાં 6524 હજાર,ફેબ્રુઆરી માસમાં 5817,માર્ચ માસમાં 5894,એપ્રિલ માસમાં 6099,મેં માસમાં 6123,જૂન માસમાં 4925,જુલાઈ માસમાં 5286,ઓગષ્ટ માસમાં 4355,સપ્ટેમ્બર માસમાં 4758,ઓક્ટોબર માસમાં ,5180,નવેમ્બર માસમાં 6078 અને ડિસેમ્બર માસમાં 6717 કૂતરાં કરડવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : અમદાવાદ : શરીર સંબંધ બાંધવાની લાલચે નગ્ન થઈ વીડિયો કોલ કર્યો, વેપારી FB પર હનીટ્રેપમાં ફસાયો

આ મામલે ઇમરાન ખેડાવાલા એ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે શહેરમાં કૂતરાંઓ ના આંતક મામલે કોર્પોરેશને પૂછવામાં આવેલા સવાલ મામલે અમદાવા સ્માર્ટ સિટીના મ્યૂનિસિપલ કોર્પોરેશન કમિશ્નરે જવાબ આપ્યો છે કે અમદાવાદ શહેરમાં 2 લાખ થી વધુ કૂતરાંઓ છે.અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશ એ મહિને કૂતરાંના ખસીકરણ પાછળ 30 લાખ નો ખર્ચ કરે છે. એટલે કે વર્ષે 3 કરોડ 60 લાખનો ખર્ચ કરે છે.તેમ છતાં વર્ષે 67 હજાર 756 લોકોને કૂતરાંઓ કરડી રહ્યા છે.જે ચાર સંસ્થાઓને કામ સોપવામાં આવ્યું છે તેમાં ભ્ર્ષ્ટાચારની ગંધ આવી રહી છે.કૂતરાંઓના ત્રાસ માટે જયારે લોકો કોરોપરેશ તંત્રને ફરિયાદ કરે છે તો તેનું નિરાકરણ નથી આવતું।..
First published:

Tags: Dog, Expense, અમદાવાદ, એએમસી`

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन