અમદાવાદ : એએમસી દ્વારા 1 હજાર સિલિન્ડર કેપીસિટીનો ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ તૈયાર કરાયો

અમદાવાદ : એએમસી દ્વારા 1 હજાર સિલિન્ડર કેપીસિટીનો ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ તૈયાર કરાયો
અમદાવાદ : એએમસી દ્વારા 1 હજાર સિલિન્ડર કેપીસિટીનો ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ તૈયાર કરાયો

ઓક્સિજનની અછત હવે ભૂતકાળ બંને તો નવાઇ નહી ,ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આખરી સમયે ઉદ્ઘાટન કાર્યક્રમ રદ કર્યો, એએમસીએ પ્લાન્ટ શરૂ કરી દીધો

  • Share this:
અમદાવાદ : સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણ સામે લડી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની સૌથી વધુ જરૂરિયાત ઉભી થઇ છે. ઓક્સિજન મુદ્દે સુપ્રીમ કોર્ટથી લઇ હાઇકોર્ટ દ્વારા વર્તમાન સરકાર અને સ્થાનિક વહિવટી તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઇ હતી. એક સમય માટે ઓક્સિજનના અછતના પગલે દર્દીઓના મોત થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા યુદ્ધના ધારણે ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર કર્યો છે. જેનાથી અનેક લોકોના જીવ ચોક્કસ બચશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બહેરામપુરમાં આવેલ ચેપી રોગ હોસ્પટિલમાં ઓક્સિઝન રિફીલીંગ પ્લાન્ટ એક કરોડના ખર્ચે તૈયાર કરી ઓક્સિજનની ઉભી થતી મુશ્કેલ મહદઅંશે હલ થશે. જોકે ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને સમય મળતો નથી. અગાઉ આ પ્લાન્ટનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવવાનું હતું પરંતુ એકાએક કલાક પહેલા કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો. જોકે એએમસી વહિવટી વિભાગ દ્વારા પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કારણ કે વાત હતી હજારો જીંદગીની. જેથી ઉદ્ઘાટન વગર જ એએમસી પ્લાન્ટ શરૂ કરી નાંખ્યો છે.હાલમાં અમદાવાદ શહેરમાં ચાલી રહેલા મહામારી અનુસંધાને ઉદ્દભવેલી પરિસ્થિતિના પગલે એએમસી સંચાલિત હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલને ઉભી થયેલ ઓક્સિજનની જરૂરિયાત પહોંચી વળવા એએમસી દ્વારા 13 કિલો લીટર ક્ષમતાની ઓક્સિઝન ટેન્ક લગાવી ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ તાકીદે તૈયાર કરાયો છે.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કોંગ્રેસે 33 મુદ્દા સાથે સીએમને આવેદનપત્ર આપ્યું, જાણો શું કરી રજુઆત

ઓક્સિજન પ્લાન્ટ તથા તેને સંલગ્ન જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સિવિલ / મિકેનિકલ / ઇલેકટ્રીક વર્કની કામગીરી જેમા મુખ્યત્વે ટેન્કનુ ફાઉન્ડેશન , રીફીલીંગ માટે પ્લટફોર્મ વગેરે કામગીરી માટે અંદાજીત 1 કરોડ રૂપિયા જેટલો ખર્ચે થયેલ છે. પ્લાન્ટ મારફતે એક સાથે 60 સિલિન્ડર ભરી શકાય તે મુજબની વ્યવસ્થા છે. તેમજ દરરોજના અંદાજીત 1200 નંગ ઓક્સિજન સિલીન્ડર રિફીલીંગ થઇ શકશે. જેના મારફતે એએમસી સંચાલિત હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ દિવસ રાત ઓક્સિજન સિલીન્ડર રીફીલીંગ કરવાની કામગીરી કરવામાં આવશે.

આ ઉપરાત આ કમ્પાઉન્ડમાં INOX કંપનીનો 20 કિલો લીટરની ક્ષમતા ધરાવતા બીજો ઓક્સિજન રિફીલીગ પ્લાન્ટ અંદાજે 1.25 કરોડના ખર્ચે ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છેય જેમા દરરોજના અંદાજીત 1500 નંગ ઓક્સિજન સિલીન્ડર રિફીલીગ થઇ શકશે.
Published by:Ashish Goyal
First published:May 05, 2021, 21:55 pm

ટૉપ ન્યૂઝ